Story of life: લાખ તકલીફોને અહીંયા દાટી છે..

Story of life: આખી જિંદગી બ્રાન્ડેડ કપડાં પહેર્યા, અંતે તો મળી આ સુતરની આટી છે.

Story of life: લાખ તકલીફોને અહીંયા દાટી છે,
સંસારનાં આ જંગલમાં ઘાટી છે .

દરિયામાં ઉંડા ઉતરી ને શું કરશો?,
સુખ દુઃખની બહાર પડી માટી છે.

ને હળવે હળવે ફૂંકાયો છે પવન,
તો પણ ક્યાંક થોડી ચામડી ફાટી છે.

આગને સ્પર્શ કરી જોઈ આજે તો,
ખબર પડી કે હ્રદયમાં જ લાટી છે.

આખી જિંદગી બ્રાન્ડેડ કપડાં પહેર્યા,
અંતે તો મળી આ સુતરની આટી છે.

********

આ પણ વાંચો:LIC scheme: LICની આ સ્કીમની દેશમાં ધૂમ, ફાયદા જાણી તમે પણ આજે જ ખરીદી લેશો!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *