Gujarat weather

Gujarat weather update: આગામી દિવસોમાં ઠંડી વધવા અને માવઠું પડવાની આગાહી, ખેડૂતોમાં ચિંતા વધી

Gujarat weather update: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે સપ્તાહ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે

અમદાવાદ, 11 ફેબ્રુઆરી: Gujarat weather update: રાજ્યમાં શિયાળાની ઋતુ તેના અંતિમ તબક્કામાં છે, પરંતુ શિયાળાના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઠંડીમાં વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, શનિવારે સવારે સાબારકાંઠા સહિત રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે સપ્તાહ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. આ સાથે વિભાગે માવઠું પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાતો મુજબ, આગામી સમયમાં માવઠાની શક્યતા છે, જેના કારણે તાપમાન બેથી 5 ડિગ્રી સુધી ગગડી શકે છે અને ઠંડીમાં વધારો થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના ઉત્તર વિસ્તારમાં આવેલા શહેરોમાં બે અઠવાડિયા બાદ માવઠું પડી શકે છે. 

માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી 

આમ, માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે. કાણર કે, રવિ સિઝનમાં તૈયાર થયેલા પાકને લેવાનો સમય થયો છે ત્યારે માવઠાની આગાહીએ ખેડૂતેને ચિંતામાં મૂકી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઉત્તર ગુજરાતના અમદાવાદ, પાલનપુર, ખેડા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે, જેના કારણે કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. 

આ પણ વાંચો: Santalpur railway station: સાંતલપુર સ્ટેશન પર નહીં રોકાશે અમદાવાદ ડિવિઝનની આ 3 જોડી ટ્રેનો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો