Urja part 27

Urja part-27: સંજનાની આગળની યોજના

પ્રકરણ:27 (Urja part-27) સંજનાની આગળની યોજના ભાગ:1 ….

Urja part-27: ઉર્જાએ પારિતોષભાઈ અને અંજનાબહેનને પોતાના મમ્મી પપ્પા જ માનેલા.ઉર્જાની યાદીમાં હવે પિયર હવે પાછું છૂટી ગયેલું.પારિતોષભાઈ અને અંજનાબહેન આજે માનસિક રીતે આજે તૂટી ગયા હતા,પણ ઉર્જા હોસ્પિટલમાં હતી,ઉર્જા સામે પોતાના બનાવટી ચહેરા હાસ્યવાળા સાથે હોસ્પિટલમાં જાતા પણ ઉર્જા ચહેરાની અંદરનો ચહેરો વાંચી લેતી.

       આમ ને આમ અઠવાડિયુ વિતી ગયું,ઉર્જા હોસ્પિટલમાં હતી,ધીરે ધીરે રિકવરી આવવા લાગી, એટલે ઉર્જાને ડૉ.રજા આપી.ઉર્જાના સ્ટાફ મિત્રો પણ ખબરઅંતર પુછવા આવી રહ્યા હતા.

  એક દિવસ અંજનાબહેને સૂતેલી સંજનાનાફોનમાંથી કોલેજનો નં લઈ ખાનગી પુછપરછ કરી પણ વ્યસ્તતાના કારણે ફોન રિસિવ ન કર્યો, અંજનાબહેનની ચિંતામાં વધારો થયો કોલેજના પ્રિન્સીપાલે થોડીવારમાં કોલબેક કર્યો,તો જાણવા જે મળ્યું એ સાંભળી પગ નીચેથી માનો કે જમીન જ સરકી ગઈ,સંજનાને કોલેજમાંથી રસ્ટીગેટ કરવામાં આવી હતી હાજરી ઓછી અને એટીકેટી સોલ્વ ન થવાના કારણે….આ સાંભળી અંજનાબહેનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો પણ ગુસ્સાને પી તેમને બુદ્ધિથી કામ લીધું.ઘરમાં શોકનો માહોલ હતો,એટલે શાંતિ રાખવી બહેતર સમજી.સંજના સાથે શું કરવું એ પછી વિચારશુ એમ કહી આ વાતને હાલત પર મૂલત્વી રાખવામાં આવી.પણ આ અંજનાબહેન અને પારિતોષભાઈ ભૂલ કરી રહ્યા હતા.

ઉર્જાને મોતને ઘાટ ઉતારવાની ઘણીબધી યોજનાઓ ઘડી,પણ સફળતા ન મળી એટલે આ યોજનામાં કોઈ પ્રકારની ભૂલ ન થવી જોઈએ સાપ પણ મરી જાય અને લાઠી પણ ન ભાંગે.

          ઉર્જાના ફૂડમાં ઝેર ભેળવ્યુ અંજનાબહેને એ જમવાનું બદલી નવું જમવાનું મોકલ્યું.સંજનાનો આ પ્લાન પણ મમ્મીએ નિષ્ફળ કર્યો એ જોઈ સંજના માનસિક સંતુલન ખોઈ બેઠી હતી.

સંજના પોતાની એક એક યોજના આમ નિષ્ફળ થાય એ વાત પચાવી શકતી નોહતી.મમ્મી પપ્પા કોઈ સગા સંબંધીના પ્રસંગમા ગયા,હતા ત્યારે સંજનાએ 5 લાખની સોપારી આપી ઉર્જાનુ કાસળ કાઢવાનું વિચાર્યું.ઘરનો દરવાજો જાણી જોઈ સંજના ખુલ્લો રાખી સુઈ ગઈ.ઉર્જાને મારવા માટે જે પ્લાન એને બનાયો હતો એમાં એ પણ લપેટાઈ ગઈ,ભાગ્ય સંજના અને ઉર્જાનું સારું હતું કે અંજનાબહેન અને પારિતોષભાઈ આવી ગયા નહીં તો પરિસ્થિતિ હાથ બહાર જાત.ઘરમાં અસ્તવ્યસ્ત જોઈ તેઓ ડઘાઈ ગયાં.પણ એ પહેલાં ઉર્જા અને સંજના બેઉને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પોલીસ કમ્પલેન નોંધાવી.ભગવાનની દયાથી ઉર્જા ખતરાની બહાર હતી,સંજના પણ.સંજના આ વાતથી અજાણ હતી કે મમ્મી પપ્પા તેમની બધી જ ભૂતકાળની ડાયરી જાણે છે.

કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલી ચાલાકી કરે પણ કંઈ છાપ તો છોડી જાય છે,જેથી તેની નબળાઈ ક્ષતી થઈ જ જાય. અંજનાબહેન અને પારિતોષભાઈ પણ આ વાતથી અજાણ હતા.પોલીસે આગળ તજવીજ હાથ ધરી.ઘરની તલાસી લેવા આવ્યા…ત્યારે સંજનાએ કેમેય કરી પોતાના રુમની તલાશી ન લેવા દીધી, અંજનાબહેનની જીદ્દ પર પોલીસે સંજનાના રુમની તલાશી લીધી કંઈ જ મળ્યું.
      
એક સમય એવો હતો કે તેમની દિકરી સંજના તેમનું અભિમાન હતી,પરંતુ આજે
તેમની દિકરી કોઈનો જીવ પણ લઈ શકે.તે હકીકત પચાવવા તેઓ અશક્ત હતાં,પોતાના પરવરિશમાં રહી ગયેલી કમીને કોષતા હતાં.

ઉર્જાને રજા આપવામાં આવી પણ હજી સુધી સંજનાને રજા નોહતી આપવામાં આવી… અંજનાબહેન પણ હવે સજાગ થઈ ગયેલા,અંજનાબહેન અને પારિતોષભાઈએ તેઓ ઉર્જાને એકલી ન મૂકતા,બિમાર ઉર્જા પાસે સતત રહેતા,જેથી ઉર્જાની કાળજી તેઓ સારી રીતે લઈ શકે.ઉર્જાને ક્યારેય દિલિપભાઈ અને બીનાબહેનની યાદ સુદ્ધાંએ નથી આવવા દીધી.સંજના ની આવી હિંસકવૃતી જોઈ

તેઓ સતત ચિંતા ડૂબેલા રહેતા.
ઉર્જાના ઘરે તેના મમ્મી પપ્પાને આવતાં જોઈ અંજનાબહેન પારિતોષભાઈને અચરજનો પાર નો રહ્યો.

     બીનાબહેન અને દિલીપભાઈની આંખમાં પછતાવો સાફ સાફ વંચાઈ રહ્યો હતો,ઉર્જાથી મમ્મી પપ્પાને સહજ પુછાઈ ગયું,”પપ્પા,દાદી ક્યાં છે એ નથી આવ્યા,હું વિધવા થઈ એ ઈશ્વરનો ન્યાય હતો,એમાં મારો શું વાક ઉફ્ફ…મમ્મી પપ્પા તો ઓફિસ ના કામમાં વ્યસ્ત હશે પણ તને તો ખબર હશે ને દાદી ક્યાં છે તે….ઉર્જા ગુસ્સામાં કહેવા લાગી મમ્મી હું કંઈ પૂછુ છું જવાબ તો આપો.” બીનાબહેન દાત ભીસતા કહે”બેટા કર્મ કોઈને છોડતું નથી અને કર્મથી મોટો બીજો કોઈ તમારો સાથી મુસાફર નથી.”
         
        ઉર્જા અસમંજસમા પડી જાય છે,મમ્મી સાફ સાફ બોલો કે શું થયું”આમ તો મને કંઈ જ સમજ નહીં આવે…

બીનાબહેને દિલ પર પથ્થર રાખી કઠણ કાળજુ રાખી કહ્યું તુ સાંભળવાની જીદ કરે છે,જો તું સાભળવાની હિંમત રાખી શકતી હોય તો જ સાંભળજે તારી દાદી કોમામાં છે,જીવતા જી લાશ બની રહી ગયા છે.

      ત્યાં જ અંજનાબહેન બીનાબહેનને સમજાવતા કહે”બેન…તમે શાંતિ રાખો,ડૉ.એ ઘસીને ના પાડી છે,કે એવા કોઈ સમાચાર ન આપવા કે જેથી ઉર્જાને સ્ટ્રેસ થાય અથવા તો ટેન્શનમા મગજમાં ખેંચ ઉપડે,મારી દિકરી ઉર્જાને રિકવરી પણ હજી નથી આવી ને તમે આવા આકરા સમાચાર આપો છો?કેવી અસર થશે એની ઉપર તમે વિચાર પણ ન કર્યો,કેવી મમ્મી છો”મને તો સમજાતું નથી.
બીનાબહેન નો ગુસ્સો આસમાને પર ચડી ગયો… બેન પોતાના ઘર કાચના હોય એ બીજાના ઘરમાં પથ્થર ન મારે…કેમકે એમને શોભે પણ નહીં આવી કરતુત…”

અંજનાબહેને આકરા અવાજમાં કહ્યું”એટલે તમે કહેવા શું માંગો છો તે સાફસાફ કહો….?” બીનાબહેન આક્રોશમા કહે”બહેન કેટલી શરમજનક વાત છે કે તમારી દિકરી સંજના પહેલાં મારી દિકરીને ભાભી ભાભી કરી પ્રેમનો સ્વાગ રચી જાનલેવા હૂમલો કરે છે,તમને ખબર છે કે પછી દિકરીની ભૂલ નજર અંદાજ કરતાં શરમાતા નથી તમે….આવા સંસ્કાર છે તમારા…પછી મારી ઉપર આંગળી કરજો….પણ મારી વાત પણ તમે સાંભળી લો હું મારી દિકરી ને કાયમ માટે લઈ જવા

માંગુ છું શું ખાતરી કે તમે તમારી દિકરીને આમાં સાથ નહીં આપતાં હોવ….મારી દિકરી મારા ઘરે મને ભારે નહીં પડે…”
અંજનાબહેન પણ મનોમન વિચારી રહ્યા હતા બીનાબહેને આમ પણ ક્યાં ખોટું કહ્યું છે આ સંજનાના કારણે તો અમારે આવું પણ સાંભળવુ જ રહ્યું,સંજનાએ અમને કંઈ ના પણ ન છોડ્યા… અંજનાબહેન પણ બીનાબહેનને હાથ જોડી કહે,બહેન તમને યોગ્ય લાગે તેમ કરો, તમારી દિકરી તમારા ઘરમાં સુરક્ષિત છે, મારી દિકરીના કારણે ઉર્જા ને જે તકલીફ થઈ એ બદલ હું તમારી હાથ જોડી માફી માંગુ છું.

અંજનાબહેન અને બીનાબહેનને આમ લડતા ઝગડતા જોઈ ઉર્જા શાંત પાડવા પ્રયાસ કરી રહી હતી.પારિતોષભાઈ અને દિલીપભાઈ પરિવારના સભ્યોને શાંત રાખવા પ્રયાસ કરી રહ્યા હતા.એ તમે બેઉ શાંતિ રાખો આ સમય લડવા ઝગડવાનો નથી આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ વિચારવાનું છે.અંજનાબહેનના આંસુ રોકાવવાનુ નામ નોહતા લઈ રહ્યા,પારિતોષભાઈ તેમને દુઃખ ન કરવાની શાંત્વના પાઠવી રહ્યા હતા.
“બીનાબહેન શું વાત છે,ચાર પાંચ વર્ષ બાદ દિકરી યાદ આવી,આમ અચાનક ઉર્જા જીવે છે કે મરે છે એની તો તથા તમે અત્યાર સુધી લીધી નહીં હવે આમ અચાનક આ બધું શું છે?અંજનાબહેન ના અવાજમાં આક્રોશ સાફ સાફ વંચાઈ રહ્યો હતો.

        બીનાબહેનને ઉર્જા ઈશારાથી ના પાડી રહી હતી.દાદીના આવા સમાચાર સાભળી ઉર્જા રડવું કે શું કરવું એનું ભાન પણ નોહતુ.
ઉર્જા રડવા માંગતી હતી,રડી ન શકી,તે કઠણ કાળજું કરી આ સમાચાર પચાવી ગઈ.કેમકે ઉર્જાને સમય સંજોગોએ પીઢ બનાવી દીધી હતી.

(સંજનાના દરેક વારનો જવાબ ઉર્જા મૂંહતોડ આપશે કે કેમ આ જોવા માટે ઉર્જા નવલકથાનો ભાગ 28 વાચવાનુ ચૂકશો નહીં….)

આ પણ વાંચો..Khwaja Ahmed Abbas: જેમણે ગાંધીજીને તેમનો સિનેમા અંગેનો અભિપ્રાય બદલવા કહ્યું તેવા ખ્વાજા અહેમદ અબ્બાસ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *