પરિવાર માટે લીલુડી છાંયડી એવા ૯૩ વર્ષીય કાંતાબેન પાસે શુષ્ક પડતો કોરોના

કોરોના દર્દીઓની સારવાર માટે પ્રતિબધ્ધતાથી કામ કરતા જસદણ તાલુકાના આરોગ્ય કર્મીઓ             આપણા લોકસાહિત્યમાં એક જાણીતો દુહો છે કે, ” વિપત પડે ના વલખિયે, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય”. લોકસ્વાસ્થ્ય પર મંડરાતી કોરોનાની વિપત સામે આરોગ્ય કર્મીઓની સેવાસુશ્રુષા અને કોરોનાસંક્રમિત ત્રાણું વર્ષીય કાંતાબેનના મજબુત મનોબળના ઉદ્યમે  કોરોનારૂપી વિપતના વળતા પાણી કર્યા છે. અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૮ઓક્ટોબર:પરિવારની લીલુડી છાયડી એવા ૯૩ વર્ષીય કાન્તાબેન નારણગીરી ગોસાઈ જસદણ તાલુકાના વીરનગરના રહેવાસી છે. સ્વાસ્થ્ય પ્રત્યે પહેલેથી સજાગ, નિરોગી અને તંદુરસ્ત કાંતાબેન થોડા દિવસો પહેલા રાજકોટ સ્થિત પોતાના મોટા પુત્ર પાસે રોકાવા ગયા હતા. રોકાઈને વિરનગર પરત ફરતા જ કાંતાબેનને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાયા હતા. આજદિન સુધી હોસ્પિટલનું પગથિયું ન ચડનાર કાન્તાબેનને હોસ્પિટલ ન જવું પડે તેથી પરિવારજનોએ સમજદારી દાખવીને ઘરે જ ઉકાળા, નાસ અને ગરમ દૂધપાણી શરૂ કરી દીધા હતા. પરંતુ તબિયતમાં સુધારો ન થતાં પરિવારજનોએ રેપીડ ટેસ્ટ કરાવ્યો ત્યારબાદ  બ્લડ ટેસ્ટ અને સી.ટી.સ્કેન કરાવ્યું જેમાં કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું. કાંતાબેનનું સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે જસદણની કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં મળેલી સારવાર અંગે પ્રતિભાવ આપતા કાન્તાબેને જણાવ્યું હતું કે, “હૈયે ઘરપત હતી જ્યારે હું સ્વસ્થ થઈને ઘેર પાછી આવી. મારી બહુ સેવા કરી છે ત્યાંના દિકરા-દિકરીએ. મારા જેવા વૃધ્ધોને ઉભું ન થવું પડે એટલા માટે અમારી જમેલી એઠી થાળી પથારી પાસેથી ઉપાડીને લઈ જતા. એક દિવસ મને ઘરનું ખાવાનું યાદ આવ્યું તો મારા ઘરના લોકોને તરત ફોન કર્યો અને મારી વહુના હાથનું બનાવેલું ભોજન મારા સુધી પહોંચાડ્યું. ખોટું ક્યાં બોલું ભગત, ઘરના માણસો હતા એ બધા. એના લીધે જ આજે ફરીથી ઘરનું પગથીયું ચડી શકી છું.” loading… ૭ દિવસ તો કાંતાબેન વગર ઘર કરડવા દોડતું હતું. દિવસમાં એકવાર તો બાના ખોળામાં માથું મુકવા જોઈએ જ. બાને અમે કોઈદિવસ એકલા મુક્યા નથી તેથી સારવાર માટે એકલા મુકતા જીવ નહોતો હાલતો. પણ જસદણના આરોગ્ય કર્મીઓએ અમારી ચિંતા દૂર કરી દીધી. રોજ ફોન કરતાં, બાની તબિયત વિષે જણાવતા. એમની વાતોથી લાગતું કે બા કોઈ અજાણ્યા પાસે નથી, તેમના પરિવાર પાસે જ છે, તેમ કાન્તાબેનના પ્રપૌત્ર ધવલભાઈએ કહ્યું હતું. ૯૩ વર્ષીય કાન્તાબેનની હિંમત, સરકારી કામગીરી પ્રત્યે પરિવારજનોનો વિશ્વાસ અને આરોગ્ય કર્મીઓની ઉદાત્ત ભાવનાનાસથવારે ગોસાઈ પરિવારની લીલુડી છાંયડી અકબંધ રહી છે અને કોરોનાની વિપતને ધૂળ ચટાડી છે, તે કહેવામાં કોઈ બેમત નથી.

કોરોના કાળમાં સરકારે પ્રજાના માવતરની ભૂમિકા અદા કરી છે: દર્દી

ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ ૫૦-૫૦, પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સનું કવચ છતાં સરકારી સેવામાં મુકેલો વિશ્વાસ સાર્થક-મનીષભાઈના મક્કમ મનોબળ સામે કોરોનાની શરણાગતિ પ્રાતઃ ધ્યાન, સ્નેહીજનોની પ્રાર્થના અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને જોરે જ … Read More

ઇમર્જન્સીમાં સીઝેરિયન બાદ બાળકના જન્મના સાક્ષી બનવાનો લાભ મળ્યો

કોરોનાના દર્દીઓની સારવાર દરમ્યાન જુનિયર ડોક્ટર જેટલો અનુભવ મેળવતા તબીબી વિદ્યાર્થીઓ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૮ ઓક્ટોબર: કોવીડ હોસ્પિટલમાં દાખલ કોરોના પ્રેગ્નન્ટ મહિલાની ઇમર્જન્સીમાં સીઝેરિયન દ્વારા પ્રસુતિ કરવાની જરૂર … Read More

“એક પ્લાઝમા ડોનર બે વ્યક્તિની જિંદગી બચાવે છે.”

રાજકોટના યુવાન દેવાંગ પરમારે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું રાજકોટના તબીબ ડો. ચિંતન વ્યાસે પ્લાઝમા ડોનેટ કરીને કહ્યું-‘‘પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ જ તકલીફ પડતી નથી’’ રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૬૮ વ્યક્તિઓએ … Read More

જામનગર સામુહિક બળાત્કારની પીડિતાના ઘરે પોહચિયા હાર્દિક પટેલ જીગ્નેશ મેવાણી

પીડિટના પરિવારને મળી આપી સાંત્વના, તાત્કાલિક ન્યાય મળવાની કરી માંગ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરમાં તારીખ 28 સપ્ટેમ્બરના રોજ યાદવ નગર માં 17 વર્ષની સગીરા પર ચાર … Read More

કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે

કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે, ત્યારે આપણે તેનાથી ડર્યા વિના આપણી આયુર્વેદીક ચિકિત્સા પધ્ધતિને અપનાવીએ ગોંડલના સદ્દગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી નીતિનભાઈ રાયચુરાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૮ ઓક્ટોબર: … Read More

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી

સુરેન્દ્રનગર ૦૮ ઓક્ટોબર: વિધાનસભાની પેટા ચૂંટણીના મૂક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા … Read More

જામનગર એસ.ઓ.જી અને એ.ટી.એસ એ કુખ્યાત આરોપી ને ઝડપી લીધો.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરમાં ગુન્હાખોરી ડામવાની દિશાના પગલાના ભાગરૂપે IPS દીપન ભદ્રન સતત કાર્યરત છે, અને તેવો સતત કઈ રીતે ગુન્હાઓની દુનિયા ખત્મ કરી શકાય તે … Read More

प्रदूषण को नियंत्रित करने को लेकर किए गए उपायों पर नजर रखने के लिए वाॅर रूम का किया शुभारंभ

दिल्ली के पर्यावरण मंत्री गोपाल राय ने प्रदूषण को नियंत्रित करने को लेकर किए गए उपायों पर नजर रखने के लिए वाॅर रूम का किया शुभारंभ – वाॅर रूम से … Read More

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે ‘ડિજીટલ સેવા સેતુ’નું ઈ-લોકાર્પણ

“ડિજીટલ સેવા સેતુ” હેઠળ ૨૭ પ્રકારની સેવાઓ સરળતાથી ઘરઆંગણે જ પ્રાપ્ત થશે: –જિલ્લા વિકાસ અધિકારી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૮ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે … Read More