Actor Deepesh bhan passes away

Actor Deepesh bhan passes away: ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ દિપેશ ભાનનું અવસાન, ફેન્સમાં શોકની લાગણી

Actor Deepesh bhan passes away: દિપેશ શુક્રવારે ક્રિકેટ રમતા-રમતા અચાનક પડી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યા

મુંબઇ, 23 જુલાઇઃ Actor Deepesh bhan passes away: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા દિપેશ ભાને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિપેશ લોકપ્રિય ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાન સિંહની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેઓ લાંબા સમયથી આ સિરિયલ સાથે જોડાયેલા હતા. અભિનેતાના અવસાનની પુષ્ટિ શોના સહાયક નિર્દેશક અભિનિતે કરી છે. દિપેશ પોતાની પાછળ પત્ની અને એક બાળકને છોડીને ગયા છે. તેઓએ વર્ષ 2019માં દિલ્હીમાં લગ્ન કર્યા હતા. 

મળતી માહિતી મુજબ, દિપેશ શુક્રવારે ક્રિકેટ રમતા-રમતા અચાનક પડી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો હતા. સહાયક નિર્દેશક અભિનિત સાથે અભિનેતા વૈભવ માથુરે દિપેશ ભાનના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. 

આ પણ વાંચોઃ woman Rape case: માનસિક અસ્થિર મહિલા પર ધોળે દહાડે જાહેર રોડ પર દુષ્કર્મ, વાંચો વિગત

દિપેશના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, હાં હવે તેઓ નથી રહ્યા. આ અંગે હું કંઈ કહેવા માંગતો નથી. કારણ કે હવે બોલવા માટે કંઈ બાકી નથી. તમને જણાવી દઈએ કે, શોમાં દિપેશ અને માથુર બે મિત્રોના રોલમાં હતા અને બંનેની મિત્રતા ખૂબ જ સારી રીતે બંધાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, દિપેશ ભાન લાંબા સમયથી ટીવીની દુનિયા સાથે જોડાયેલા હતા. ‘ભાભીજી ઘર પર હૈ’ પહેલા તે ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા’, ‘એફઆઈઆર’ જેવા અનેક શોનો ભાગ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે આમિર ખાન સાથે પણ કામ કર્યું છે. તે આમિર ખાન સાથે T20 વર્લ્ડ કપની જાહેરાતમાં જોવા મળ્યા હતા અને વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતુ ઉટપટાંગ ચટપટ્ટી કહાની’માં કામ કર્યું હતું.

આ પણ વાંચોઃ ED seized Nirav Modi’s property: ઈડીએ હોંગકોંગમાંથી નીરવ મોદીની ૨૫૩ કરોડની સંપત્તિ જપ્ત કરી, અત્યાર સુધીમાં ૨૬૫૦ કરોડની સંપત્તિ જપ્ત

Gujarati banner 01