Rape case

woman Rape case: માનસિક અસ્થિર મહિલા પર ધોળે દહાડે જાહેર રોડ પર દુષ્કર્મ, વાંચો વિગત

woman Rape case: ડીસાના ભીલડીમાં સોયલા પુલ નજીક ડીસા – રાધનપુર નેશનલ હાઇવે ઉપર ફૂલછોડની ઓથમાં એક નરાધમ ધોળા દિવસે દુષ્કર્મ ગુજારી રહ્યો છે.

ડીસા, 23 જુલાઇઃ woman Rape case: ડીસાના ભીલડીમાં સોયલા પુલ નજીક ડીસા – રાધનપુર નેશનલ હાઇવે ઉપર ફૂલછોડની ઓથમાં એક નરાધમ ધોળા દિવસે દુષ્કર્મ ગુજાર્યુ છે. બાજુના બિલ્ડીંગમાંથી કોઇ વ્યકિતએ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો. દરમિયાન પોલીસની તપાસમાં આ વિડીયો એક માસ જૂનો હોવાનું અને આજુબાજુથી અન્ય સીસીટીવીના ફૂટેજ પણ મળતા ન હોય આરોપી સુધી પહોંચવામાં મુશ્કેલીઓ પડી રહી હોવાથી આવી ઘટના બને કે તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

જોકે, ભોગ બનનારમાં પ્રતિકાર કરવાની શક્તિ જણાતી નથી.અંગે તપાસકર્તા ભીલડી પીએસઆઇ આર. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે,વાયરલ વિડિયો એક માસ જુનો છે.ઘટના સ્થળે તપાસ કરી તો ત્યાં ઘાસ ઊગી નીકળ્યું છે. વિડિયો દૂરથી ઉતારાયો હોવાથી દુષ્કૃત્યનો ભોગ બનનારનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાતો નથી. આજુબાજુના શોપિંગ સેન્ટરોમાં પણ માત્ર સાત દિવસના જ સીસીટીવી ફૂટેજ હોવાથી તપાસમાં મુશ્કેલી ઊભી થઈ છે.

જોકે, પ્રાથમિક તપાસમાં બંને પુરૂષ હોય તેવી માહિતી મળી છે.ટૂંક સમયમાં સમગ્ર હકીકત બહાર લાવીશું. આ અંગે વિડિયો ઉતારનાર વ્યકિતના નિવેદનો લઈ પોલીસ મથકે જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરાઇ છે. જોકે ખાસ મહત્વનું એ છે કે, આવી ઘટના બની રહી હોય ત્યારે લોકોએ તુરંત નજીકના પોલીસ સ્ટેશનને અથવા 100 નંબર ઉપર જાણ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ ED seized Nirav Modi’s property: ઈડીએ હોંગકોંગમાંથી નીરવ મોદીની ૨૫૩ કરોડની સંપત્તિ જપ્ત કરી, અત્યાર સુધીમાં ૨૬૫૦ કરોડની સંપત્તિ જપ્ત

બંને કેસમાં આરોપીઓને ઝડપી લેવા એસ.પી.ને સુચના આપી છેડીસા મંદિરના ઓટલે રહેતી મુક સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી બાળકની માતા બનાવનાર અજાણ્યા શખ્સ તેમજ ભીલડીમાં વાયરલ વીડિયોમાં દુષ્કર્મ ગુજારનારા શખ્સને ઝડપી તપાસ કરી ઝડપી લેવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાને સૂચના આપી છે.

રાજુલબેન દેસાઇ (સદસ્યા, મહિલા આયોગ, ભારત સરકાર)વીડિયો ઉતારનારા વ્યક્તિએ જો પોલીસને જાણ કરી હોત તો આરોપી આજે જેલના સળિયા પાછળ હોતવાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ધોળા દિવસે ઘટના બની છે. આજુબાજુથી વાહનો પસાર થાય છે.હાઇવે નજીકથી પસાર થતા લોકોએ પણ કૃત્ય જોયું હશે.પરંતુ તેમણે આંખ આડા કાન કરી પોલીસને જાણ કરી ન હતી.

મહત્વની બાબત તો એ છે કે વિડીયો ઉતારનાર વ્યક્તિએ જો તુરંત પોલીસને જાણ કરી હોત તો આરોપી આજે જેલના સળિયા પાછળ હોત.ગભરાયેલી હોવાથી કશુ બોલી ન શકીવિડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યાં બનાસકાંઠા 181 અભયમની ટીમને ગુરૂવારે કોલ મળતાં ભીલડી ગઇ હતી. જ્યાંથી એક અસ્થિર મગજની મહિલાને પાલનપુર લાવી હતી.

જોકે, તે ગભરાયેલી અને શરીરમાં અશકિત હોવાથી પોતાનું નિવેદન લખાવી શકી ન હતી. આથી તેણીને પાલનપુર આશ્રય સ્થાને મુકવામાં આવી હતી. આ અંગે પીએસઆઇ આર.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટના એક માસ જૂની છે. જ્યારે આ અસ્થિર મગજની મહિલા એક સપ્તાહથી જ શહેરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ world first anti malaria vaccine: વિશ્વને મળી પહેલી મેલેરિયાની રસી, WHOએ આ વેક્સિનને મલેરિયા વિરુદ્ધ લડતમાં એક ઐતિહાસિક સફળતા ગણાવી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.