Actor vikram hospitalised

Actor vikram hospitalised: સાઉથ સુપરસ્ટાર વિક્રમને હાર્ટ એટેક આવ્યો, હાલ સારવાર હેઠળ

Actor vikram hospitalised: એક્ટરનાં મેનેજરે ટ્વીટર પર વિક્રમનો હેલ્થ અપડેટ શેર કર્યો હતો. આ ટ્વીટમાં તેમણે લખ્યુ હતુ કે, “વિક્રમ સ્ટેબલ છે”

મનોરંજન ડેસ્ક, 08 જુલાઇ: Actor vikram hospitalised: સાઉથ ઈન્ડિયન ફિલ્મોનો જાણીતો એક્ટર વિક્રમ (Vikram)ની તબિયત અચાનક ખરાબ થઇ છે. ચિયાન વિક્રમને ચેન્નાઇના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.  

મળતી માહિતી પ્રમાણે  એક્ટર વિક્રમને છાતીમાં પ્રોબ્લેમ થતાં ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. એક્ટર વિક્રમને છાતીમાં સમસ્યા થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

કેટલાંક મીડિયા રિપોર્ટ્સનું એવું કહેવું છે કે એક્ટર વિક્રમને હાર્ટ અટેક આવ્યો છે. એક્ટરનાં મેનેજરે ટ્વીટર પર વિક્રમનો હેલ્થ અપડેટ શેર કર્યો હતો. આ ટ્વીટમાં તેમણે લખ્યુ હતુ કે, “વિક્રમ સ્ટેબલ છે”.  આ સાથે જ એવી પણ અપીલ કરાઈ છે કે સોશિયલ મીડિયા પર વિક્રમ સંબંધિત કોઈ ફેક ન્યૂઝ ફેલાવશો નહીં.

આ પણ વાંચોઃ Cloudburst near amarnath shrine: અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું, ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી

હાલ,ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં વિક્રમની સારવાર ચાલી રહી છે. એક્ટર વિક્રમ હોસ્પિટલમાં દાખલ થયો હોવાની જાણ થતાં સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. લોકો વિક્રમ જલ્દી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. 

 વર્કફ્રંન્ટની વાત કરીએ તો ડિરેક્ટર મણિ રત્નમની અપકમિંગ તમિલ ફિલ્મ ‘Ponniyin Selvan: I’માં વિક્રમ લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ Heavy rain in Gujarat: ગુજરાતમાં ચોમાસું જામ્યું, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ સહિત આ વિસ્તારોમાં અતિભારે વરસાદની કરી આગાહી

Gujarati banner 01