Cloudburst near amarnath shrine

Cloudburst near amarnath shrine: અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું, ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી

Cloudburst near amarnath shrine: હાલ સ્થાનિક વહીવટી તંત્ર ITBPની ટીમ સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યાં છે

નવી દિલ્હી, 08 જુલાઇ: Cloudburst near amarnath shrine: ભારતની સૌથી પવિત્ર યાત્રાઓમાંની એક પર અમરનાથ યાત્રા પર કુદરતે કહેર વર્તાવ્યો છે. પવિત્ર અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની માહિતી મળી રહી છે. 

પ્રાથમિક માહિતી મુજબ વાદળ ફાટ્યા બાદ પાણી વધવાને કારણે અનેક શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

આ પણ વાંચોઃ Heavy rain in Gujarat: ગુજરાતમાં ચોમાસું જામ્યું, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ સહિત આ વિસ્તારોમાં અતિભારે વરસાદની કરી આગાહી

અમરનાથ ગુફા પાસે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પાણી આવ્યું છે. હાલ સ્થાનિક વહીવટી તંત્ર ITBPની ટીમ સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા પાણીના જોરદાર પ્રવાહથી ત્રણ લંગર અને અનેક ટેન્ટ પણ ધોવાઈ ગયા છે. આ ઘટનામાં બે લોકો પાણીમાં તણાઈ ગયાના પણ અહેવાલ સામે આવ્યા છે. અત્યાર સુધી સદનસીબે કોઈપણ વ્યક્તિની મૃત્યુની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચોઃ Swatantra Punch: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે સ્વતંત્ર પંચની રચનાનો CMએ લીધો નિર્ણય

Gujarati banner 01