Actress Raima murder case

Actress Raima murder case: જાણીતી એક્ટ્રેસની તેના જ પતિએ કરી હત્યા, લાશ કોથળામાં બાંધીને ફેંકી દીધી

Actress Raima murder case: 17 જાન્યુઆરીએ ઢાકામાં એક પુલ પાસે કોથળો મળી આવ્યો હતો અને તેમાંથી રાઈમાની લાશ મળી

ઢાકા, 19 જાન્યુઆરીઃ Actress Raima murder case: બાંગ્લાદેશની જાણીતી એક્ટ્રેસ રાઈમા ઈસ્લામ તાજેતરમાં ગૂમ થી હતી.હવે તેની લાશ એક કોથળામાં પુલ પાસે મળી આવી છે.રાઈમાની હત્યાના મામલામાં પોલીસે તેના પતિની ધરપકડ કરી છે.

મળતી વિગતો પ્રમાણે 17 જાન્યુઆરીએ ઢાકામાં એક પુલ પાસે કોથળો મળી આવ્યો હતો અને તેમાંથી રાઈમાની લાશ મળી હતી.સ્થાનિક લોકોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ covid positive case in supreme: સુપ્રીમ કોર્ટમાં કોરોના કહેર, 10 જજ અને 400 કર્મચારીઓ સંક્રમિત- વાંચો વિગત

મૃતદેહ પર ઈજાના નિશાન જોઈને જ ખબર પડી ગઈ હતી કે, તેની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.તેની લાશને બાદમાં કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવી હતી.

દરમિયાન પોલીસનુ કહેવુ છે કે, રાઈમાની હત્યા તેના પતિ શેખાવલત અલીમ નોબેલ અને તેના મિત્ર અબ્દુલ્લા ફરહાદે કરી છે.તેમણે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ્યો છે.તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાનો કોર્ટે હુકમ કર્યો છે.

Gujarati banner 01