Supreme court image

covid positive case in supreme: સુપ્રીમ કોર્ટમાં કોરોના કહેર, 10 જજ અને 400 કર્મચારીઓ સંક્રમિત- વાંચો વિગત

covid positive case in supreme: સુપ્રીમ કોર્ટના 32 ન્યાયાધીશો પૈકી 10 અને 3000 કર્મચારીઓ પૈકી 400 સંક્રમિત થયા

નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ covid positive case in supreme: દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે.સુપ્રીમ કોર્ટના 10 જજ અને 400 થી વધારે કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે.જેના કારણે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ કોર્ટ આજે સુનાવણી નહીં કરે.

સુપ્રીમ કોર્ટના 32 ન્યાયાધીશો પૈકી 10 અને 3000 કર્મચારીઓ પૈકી 400 સંક્રમિત થયા છે.કોર્ટે 2 જાન્યુઆરીથી જ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન સુનાવણી કરવાનુ નક્કી કર્યુ હતુ.

બીજી તરફ ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2.82 લાખ કોરોના કેસ સામે આવી ચુકયા છે અને મરનારાઓની સંખ્યા વધીને 4.87 લાખને પાર કરી ગઈ છે.

આ પણ વાંચોઃ Surgical Camp Naroda: 24 થી 29 જાન્યુઆરી દરમિયાન નરોડા મુઠીયા અર્બન હેલ્થ સેન્ટરમાં સર્જીકલ કેમ્પનું આયોજન, કરાવો હેલ્થ ચેકઅપ

Gujarati banner 01