DJ

Dino Morea: જાણીતો ઍક્ટર અને DJ છેતરપિંડીમાં સપડાયા, જાણો વિગત…

EDએ એક નિવેદનમાં કહ્યું કે સંજય ખાનની ત્રણ કરોડ રૂપિયા, ડિનો મોરિયા (Dino Morea) ની 1.4 કરોડ રૂપિયા, DJ અકીલની 1.98 કરોડ રૂપિયા અને અહમદ પટેલના જમાઈ ઇરફાન સિદ્દીકીની 2.41 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 

મનોરંજન ડેસ્ક: ૦૩ જુલાઈ: Dino Morea: બૉલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ બે લોકોને પોતાના સકંજામાં લીધા છે. પહેલા EDએ મની લૉન્ડ્રિંગ મામલે ઍક્ટ્રેસ યામી ગૌતમને સમન મોકલ્યું. એ પછી EDએ ઍક્ટર ડિનો મોરિયાની કરોડોની સંપત્તિ જપ્ત કરી લીધી છે. EDએ આ કાર્યવાહી સ્ટર્લિંગ બાયોટેક બૅન્ક છેતરપિંડી અને મની લૉન્ડ્રિંગ મામલે કરી છે. ડિનો મોરિયા ઉપરાંત કૉન્ગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના જમાઈ, ઍક્ટર સંજય ખાન અને ડિસ્ક જૉકી (DJ) અકીલની પણ સંપત્તિ જપ્ત કરાઈ છે.

EDએ કહ્યું કે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ (PMLA) અંતર્ગત ચાર લોકોની સંપત્તિ જપ્ત કરવાના પ્રાથમિક આદેશ આપી દીધા છે. સંપત્તિની કિંમત 8.79 કરોડ રૂપિયા છે. EDએ એક નિવેદનમાં કહ્યું કે સંજય ખાનની ત્રણ કરોડ રૂપિયા, ડિનો મોરિયાની 1.4 કરોડ રૂપિયા, DJ અકીલની 1.98 કરોડ રૂપિયા અને અહમદ પટેલના જમાઈ ઇરફાન સિદ્દીકીની 2.41 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચો…

NCC cadets: એક મૈં સો કે લિયે સોશિયલ મીડિયા અભિયાનના પાંચમા ચરણનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

Dino Morea: EDએ અસ્થાયી રીતે તેમની ચલ અને અચલ સંપત્તિ જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે 14,500 કરોડ રૂપિયાની બૅન્ક લોન છેતરપિંડી સાથે સંલગ્ન મામલે સ્ટર્લિંગ બાયોટેકના મુખ્ય પ્રમોટરો અને ડાયરેક્ટરોમાંથી નીતિન જયંતીલાલ સાંડેસરા, ચેતનકુમાર જયંતીલાલ સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા ફરાર છે. ડિનો મોરિયા (Dino Morea) અને DJ અકીલ બંનેએ સાંડેસરા ભાઈઓ દ્વારા આયોજિત કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ કાર્યક્રમ દિલ્હીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ડિનો મોરિયા (Dino Morea) અને DJ અકીલને લાખો રૂપિયા અપાયા હતા. એજન્સીનું માનવું છે કે આ રૂપિયા કંપનીએ બૅન્ક સાથ છેતરપિંડી કરી ભેગા કર્યા છે અને એ તેને ‘ખોટી રીતે કરાયેલી કમાણી’ માને છે. સાંડેસરા બંધુ ગુજરાતની ફાર્મસી કંપનીના પ્રમોટર અને માલિક છે.