Amitabh Dayal Dies

Amitabh Dayal Dies: 51 વર્ષીય બોલિવૂડ એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ અટેકને કારણે અવસાન- વાંચો વિગત

Amitabh Dayal Dies: અમિતાભ દયાલે બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન તથા સ્વ. ઓમપુરી સાથે પણ કામ કર્યું

બોલિવુડ ડેસ્ક, 02 ફેબ્રુઆરીઃ Amitabh Dayal Dies: 51 વર્ષીય બોલિવૂડ એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે. તેઓ છેલ્લાં 13 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. સારવાર દરમિયાન 2 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે સાડા ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતા.

અમિતાભે ‘કગારઃ લાઇફ ઑન ધ એજ’, ‘રંગદારી’, ‘ધુઆં’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. અમિતાભ દયાલે બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન તથા સ્વ. ઓમપુરી સાથે પણ કામ કર્યું છે.

વર્ષ 2000માં અમિતાભે મરાઠી ડિરેક્ટર મૃણાલિન્ની પાટિલ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નના 9 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. બંનેને દીકરી અમૃતા છે.

અમિતાભ દયાલ મૂળ છત્તીસગઢના બિલાસપુરના છે. અમિતાભે મોતના ચાર દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં હોસ્પિટલમાંથી એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં તેમણે ક્યારેય હાર ના માનવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ Dhandhuka case new update: ધંધુકા કેસમાં ATSને મળ્યો નવો પુરાવો, મસ્જિદમાં પ્રેક્ટિસ માટે રાખેલી એરગન અને જજબા-એ-શાહદત નામનું પુસ્તક મળ્યું

Gujarati banner 01