Grandmother killed grandson

Grandmother killed grandson: કળયુગની દાદી, દોઢ વર્ષના માસુમ પૌત્રને ભોંયતળિયે પછાડીને મારી નાંખ્યો

Grandmother killed grandson: ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મામાં એક દાદીએ દોઢ વર્ષના પૌત્રને માથામાં બોથડ પદાર્થ મારીને મારી નાંખ્યો

ખેડબ્રહ્મા, 02 ફેબ્રુઆરીઃ Grandmother killed grandson: એક સમય હતો જ્યારે દાદીઓ પૌત્રોને વાર્તાઓ કહીને તેમના જ્ઞાનમાં વધારો કરતી હતી. પરંતુ આજના સમયમાં દાદીઓ દાનવ બની રહી છે. ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મામાં એક દાદીએ દોઢ વર્ષના પૌત્રને માથામાં બોથડ પદાર્થ મારીને મારી નાંખ્યો હતો. એના બાદ ચતુર દાદીએ હત્યાને અકસ્માતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બીજા પૌત્ર અને પાડોશીઓની મદદથી હત્યારી દાદીનો ભાંડો ફુટ્યો હતો.  

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડબ્રહ્મામાં રહેતા મુકેશભાઈ ઉદાજી ઠાકોરના લગ્ન દસ વર્ષ પહેલા વાઘેશ્વરીના વીનાબેન કોદરવી સાથે થયા હતા. લગ્ન બાદ તેમનો સંસાર સુખેથી ચાલતો હતો. જેમાં બે બાળકોનો જન્મ થયો હતો. પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ વીનાબેન 4 વર્ષનો દીકરો ઋત્વિક અને દોઢ વર્ષના શૈલેષને મૂકીને પોતાના પિયર જતા રહ્યા હતા. બીજી તરફ, બાળકોને ઉછેરવાની જવાબદારી દાદી ચંદ્રિકાબેન પર આવી હતી.

મુકેશભાઈ સંતાનોને દાદી પાસે છોડીને મજૂરી કામે જતા હતા. ત્યારે 24 જાન્યુઆરીના રોજ ચંદ્રિકાબેને મુકેશભાઈને ફોન કરીને કહ્ય હતું કે, નાનો દીકરો શૈલેષ અચાનક બીમાર પડ્યો છે અને તેણે શ્વાસ છોડી દીધો છે. તે સમયે ઉદયપુરમાં કામ કરતા મુકેશભાઈ તાત્કાલિક ખેડબ્રહ્મા આવવા રવાના થયા હતા. તેઓ તાત્કાલિક ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યા તેમણે જોયુ કે, મોટા દીકરા ઋત્વિકના ચહેર પર ઈજાના નિશાન હતા. તો નાનો દીકરો શૈલેષ મૃત્યુ પામ્યો હતો. 

આ પણ વાંચોઃ Amitabh Dayal Dies: 51 વર્ષીય બોલિવૂડ એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ અટેકને કારણે અવસાન- વાંચો વિગત

આ મામલે તેમની માતા ચંદ્રિકાબેને તેમને કહ્યુ કે, બંને છોકરા સાંજે ઘરની બહાર રમતા હતા અને અંધારૂ થતાં જમાડીને ખાટલામાં સૂવાડ્યા બાદ રાત્રે આઠેક વાગ્યે શૈલેષના મોઢામાંથી લાળ ટપકવા માંડી હતી અને મોત નિપજ્યુ હતું. 

ઋત્વિકને શરીરે અનેક ઇજાઓ હતી. તો બીજી તરફ પાડોશીઓને પણ ચંદ્રિકાબેન પર શંકા ગઈ હતી. કારણ કે, બનાવની રાતે ઘરમાંથી બંને બાળકોના રડવાનો અને ચંદ્રિકાબેનની બૂમો પાડવાનો અવાજ આવતો હતો. જેથી પી.એમ રિપોર્ટ આવતા પોલીસે ચંદ્રિકાબેનની આકરી પૂછપરછ કરી હતી, જેમાં તેમણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. ચંદ્રિકાબેને ભોંયતળીયે પછાડીને બંને બાળકોને માર માર્યો હતો. જેમાં શૈલેષનુ મોત નિપજ્યુ હતું. 

આમ, એક દાદીએ જ દાનવ બનીને માસુમનુ મોત નિપજાવ્યુ હતું. મુકેશભાઇએ માતા ચંદ્રિકાબેન સામે દીકરાના હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Gujarati banner 01