Ranbir Kapoor

Animal Box Office Collection: રણબીર કપૂરની ‘એનિમલ’ પર થયો પૈસાનો વરસાદ, પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

Animal Box Office Collection: રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ એ પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો

મનોરંજન ડેસ્ક, 02 ડિસેમ્બરઃ Animal Box Office Collection: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ જોઈને લોકો રણબીર કપૂર અને બોબી દેઓલના અભિનયના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ જોવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ફિલ્મે તેના એડવાન્સ બુકિંગમાં જ કરોડોની કમાણી કરી હતી. હવે એનિમલનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

એનિમલ નું બોક્સ ઓફિસ કલેક્શન

મીડિયા રિપોર્ટ મુજબ, રણબીર કપૂર ની ફિલ્મ ‘એનિમલ’ એ પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. એનિમલે ઘરેલુ બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ એ ‘ગદર 2’, ‘ટાઈગર 3’ને પહેલા દિવસની કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના પહેલીવાર એકસાથે કામ કર્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં બોબી દેઓલ, અનિલ કપૂર, શક્તિ કપૂર, સુરેશ ઓબેરોય, તૃપ્તિ ડીમરી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે.

આ પણ વાંચો… Rain Alert in India: દેશમાં ફરી જામશે વરસાદી માહોલ, આ 5 રાજ્યોમાં યલો એલર્ટ જારી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો