Asha Parekh To Be Honoured With Dadasaheb Phalke Award

Asha Parekh To Be Honoured: આશા પારેખને કરવામાં દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત, 22 વર્ષ બાદ મહિલાને મળ્યો આ અવોર્ડ

Asha Parekh To Be Honoured: 1969માં દેવિકા રાની આ સન્માન મેળવારનારાં પ્રથમ હિરોઈન હતાં

મુંબઇ, 28 સપ્ટેમ્બરઃ Asha Parekh To Be Honoured: બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ આશા પારેખને દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ અવૉર્ડ છે. આ અવૉર્ડ એક્ટ્રેસને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા પોતાના યોગદાન બદલ આપવામાં આવ્યો છે. આશા પારેખનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો છે.

22 વર્ષ બાદ પહેલી જ વાર દાદા સાહેબ ફાળકે અવૉર્ડ એક મહિલાને આપવામાં આવ્યો છે. વર્ષ 2000માં સિંગર આશા ભોસલેને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, આશા પારેખ પહેલાં આશા ભોસલે, લતા મંગેશકર, દુર્ગા ખોટે, કાનન દેવી, રુબી મેયર્સ, દેવિકા રાનીને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1969માં દેવિકા રાની આ સન્માન મેળવારનારાં પ્રથમ હિરોઈન હતાં.

આ પણ વાંચોઃ Railway consumer advisory committee meeting: રાજકોટ ડિવિઝન દ્વારા ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન

આ પણ વાંચોઃ Successful heart transplant: વર્ષથી હૃદયની ગંભીર બીમારીથી પીડાઇ રહેલા રીક્ષાચાલકના ૧૬ વર્ષના પુત્રમાં હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું

Gujarati banner 01