Railway Consumer Advisory Committee Meeting

Railway Consumer Advisory Committee Meeting: રાજકોટ ડિવિઝન દ્વારા ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન

Railway Consumer Advisory Committee Meeting: ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે તમામ સભ્યોના સૂચનો પર ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી

રાજકોટ, 15 ડિસેમ્બરઃ Railway Consumer Advisory Committee Meeting: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં, સમિતિના અધ્યક્ષ અને ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર અને સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનિલ કુમાર મીનાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યું. ત્યાર બાદ સુનિલ કુમાર મીનાએ સભ્યોને રાજકોટ ડિવિઝન ની સિદ્ધિઓ અને મુસાફરો ને આપેલ યાત્રી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ દરમિયાન સમિતિના સભ્યોએ પોતપોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓ, નવી ટ્રેનો દોડાવવા, ટ્રેનોના સ્ટોપેજમાં વધારો, ટ્રેનોનું વિસ્તરણ, ડબલ ટ્રેક વગેરે પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરવા અને રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર મુસાફરોની સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે તમામ સભ્યોના સૂચનો પર ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.

આ બેઠકમાં સભ્યો પાર્થિવકુમાર ગણાત્રા, પ્રવીણસિંહ ઝાલા, રમાબેન માવાણી, દીપક ભાઈ રવાણી, ચંદુભાઈ બારાઈ, ચંદ્રવદન પંડ્યા, નૌતમ બારસિયા, હરિકૃષ્ણ જોષી, હેમુભાઈ પરમાર અને મયંકભાઈ રૂપારેલ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગ દરમિયાન રાજકોટ રેલવે ડીવીઝનના એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો.. SOU open on Christmas: 25 ડિસેમ્બર નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો