Mukesh Ambani will buy this company

Mukesh Ambani will buy this company: ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મોટી કંપની ખરીદશે, આટલા કરોડમાં થશે ડીલ- વાંચો વિગત

Mukesh Ambani will buy this company: મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ડીલ સાથે જોડાયેલા બે સિનિયર એક્ઝિક્યૂટીવ્સનું માનીએ તો દિવાળી સુધી આ ડીલ પર મહોર લાગી શકે છે

બિઝનેસ ડેસ્ક, 28 સપ્ટેમ્બરઃ Mukesh Ambani will buy this company: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની નજર વધુ એક મોટી કંપની પર છે. પોતાના રિટેઈલ બિઝનેસને વધારવાની દિશામાં તેમણે કેરળની ઈલેક્ટ્રોનિક્સ અને ગ્રોસરી રિટેઈલ ચેન બિસ્મીના અધિગ્રહણની તૈયારી કરી છે.

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સતત પોતાના બિઝનેસને વિસ્તારતા જઈ રહ્યા છે. વીતેલા દિવસોમાં તેમણે બે મોટી ડીલ કરી અને હવે વધુ એક ડીલ તેમના પોર્ટફોલિયોમાં જોડાવાની છે. બિસ્મીના રાજ્યમાં 30 મોટા ફોર્મેટ સ્ટોર સંચાલિત છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ડીલ સાથે જોડાયેલા બે સિનિયર એક્ઝિક્યૂટીવ્સનું માનીએ તો દિવાળી સુધી આ ડીલ પર મહોર લાગી શકે છે.

બિસ્મીના ઉદ્યોગપતિ વીએ અજમલના સ્વામિત્વવાળો એક પારિવારિક ઉદ્યોગ છે. અજમલ મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં આ કંપનીની કમાન સંભાળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે બિસ્મીની રેવન્યુ લગભગ 800 કરોડ રૂપિયા છે. અને એમડી અજમલ લગભગ 600 કરોડ રૂપિયા વેલ્યુએશનની માગણી કરી રહ્યા છે. જોકે આ મુદ્દાને લઈને રિલાયન્સ રિટેઈલ સાથે વાત ચાલી રહી છે. અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ઓછી થઈ શકે છે.

આ પણ વાંચો: Asha Parekh To Be Honoured: આશા પારેખને કરવામાં દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત, 22 વર્ષ બાદ મહિલાને મળ્યો આ અવોર્ડ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ રિટેઈલને મોકલવામાં આવેલ ઈમેઈલનો જોકે હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. તે સિવાય બિસ્મીના એમડીએ કોઈપણ પ્રકારની અટકળો પર ટિપ્પણીથી ઈનકાર કર્યો છે. તેની પહેલાં હાલમાં જ રિલાયન્સ ગ્રૂપની મોટી ડીલ્સની વાત કરીએ તો અમેરિકી કંપની સેન્સહોક અને સોફ્ટ ડ્રિંક કેમ્પા કોલાની સાથે પોલિએસ્ટર ચિપ અને દોરા બનાવનારી કંપની શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડનું અધિગ્રહણ કર્યુ છે. હવે કેરળની બિસ્મી પણ અંબાણીના પોર્ટફોલિયોમાં જોડાવાની છે.

મુકેશ અંબાણીએ 70ના દાયકાની જાણીતી સોફ્ટ ડ્રિક કેમ્પા કોલાનું અધિગ્રહણ દિલ્લી સ્થિત પ્યોર ડ્રિંક ગ્રૂપની સાથે લગભગ 22 કરોડ રૂપિયાની ડીલ સાથે કર્યું છે. તે સિવાય RILના સ્વામિત્વવાળી અનુષંગી રિલાયન્સ પેટ્રોલિયમ રિટેઈલ લિમિટેડે શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડ અને શુભલક્ષ્મી પોલિટેક્સ લિમિટેડના પોલિએસ્ટર બિઝનેસના અધિગ્રહણની ડીલ કરી છે. 1592 કરોડ રૂપિયાની આ ડીલ અંતર્ગત SPL માટે 1522 કરોડ રૂપિયા અને SPTEX માટે 70 કરોડ રૂપિયાની ડીલ કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં જ એક નિવેદન આપ્યું હતું કે તેમની સિબસિડિયરી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ આગામી પેઢીની સૌર ટેકનોલોજીનો વિકાસ કરનારી અમેરિકી કંપની કેલક્સની 20 ટકા ભાગીદારી ખરીદશે. તેના માટે રિલાયન્સ ન્યૂ એનર્જી 1.2 કરોડ ડોલર એટલે લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી એડવાન્સ સોલાર સેલ ટેકનોલોજીમાં કંપનીને મજબૂતી મળવાની આશા છે 

આ પણ વાંચોઃ Railway consumer advisory committee meeting: રાજકોટ ડિવિઝન દ્વારા ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન

Gujarati banner 01