Raj babita 600x337 1

Babita tappu love story: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા પોતાનાથી નવ વર્ષ નાના ટપ્પુના ગડ્ડા ડુબ પ્રેમમાં, લગ્ન પણ કરશે તેવી ચર્ચા

Babita tappu love story: લાંબા સમય સુધી એક જ સિરિયલમાં કામ કરવાને કારણે કલાકારો વચ્ચે પ્રેમસંબંધ ના બંધાય તો જ નવાઈની વાત છે.

ટેલિવુડ, 10 સપ્ટેમ્બરઃ Babita tappu love story: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી ચાલે છે. આ સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલના દરેક પાત્ર ઘેર-ઘેર જાણીતાં છે. લાંબા સમય સુધી એક જ સિરિયલમાં કામ કરવાને કારણે કલાકારો વચ્ચે પ્રેમસંબંધ ના બંધાય તો જ નવાઈની વાત છે. સેટ પર બબીતા એટલે કે મુનમુન દત્તા તથા ટપુડા (રાજ અનડકટ) વચ્ચે અફેર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

‘ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, મુનમુન તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે.

babita tapu

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનમુન દત્તા તથા રાજ અનડકટના પરિવારને પણ બંનેના સંબંધોની જાણ છે. આટલું જ નહીં ‘તારક મહેતા..’ની આખી ટીમને પણ બંનેના સંબંધો વિશે ખબર છે.

આ પણ વાંચોઃ ST employees on a one-day strike: આ તારીખના રોજ એક દિવસીય STના પૈડા થંભી જશે, સરકાર ધ્યાન ન આપેતો ઉગ્ર આંદોલનની ચીમકી

એવી પણ ચર્ચા છે કે બંને આ સંબંધ અંગે ઘણા જ ગંભીર છે. ‘તારક મહેતા..’ના કલાકારો બંનેના પ્રેમ અંગે કોઈ મજાક ઉડાવતા નથી અને તેમના પ્રેમને ઘણું જ માન આપે છે. રાજ કે મુનમુને પોતાના સંબંધો અંગે હજી સુધી કોઈ વાત કરી નથી. બંનેએ આ સંબંધોનો સ્વીકાર પણ કર્યો નથી અને ના પણ પાડી નથી.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંઝેદારી કા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી ‘તારક મહેતા..’માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો. તેણે સિરિયલ છોડી પછી રાજને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj