Lalbag ganpati 3

Mumbai lalbagh ka Raja: મુંબઈના લાલબાગના રાજાની પ્રથમ તસવીર આવી સામે; જુઓ વિડિઓ અને તસવીરો..

મુંબઈ, ૦૯ સપ્ટેમ્બર: Mumbai lalbagh ka Raja: આજે એટલે કેે શુક્રવાર 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થયો છે. આ તહેવાર દેશભરમાં ખાસ કરીને મુંબઈ (મહારાષ્ટ્ર)માં ખૂબ હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે. જોકે આ વખતે એવું નથી. આ વખતે કોરોના મહામારીના કારણે આ તહેવાર ઘણા નિયમો હેઠળ મુંબઈમાં ઊજવવામાં આવી રહ્યો છે.  

Mumbai lalbagh ka Raja

આજે ગણેશચતુર્થીએે લોકો કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે હવે દેશની આર્થિક રાજધાની મુંબઈના લાલબાગના ગણપતિને આપણે કેવી રીતે ભૂલી શકીએ છીએ. જણાવી દઈએ કે મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ લાલબાગ ચા રાજા છે અને એ લાલબાગ, મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલું છે. ભક્તો હંમેશાં દૂર દૂરથી ભગવાન ગણપતિનાં દર્શન કરવા આવે છે.

Mumbai lalbagh ka Raja

આ પણ વાંચો…Ganeshji at bollywood stars home: બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી- જુઓ ફોટોઝ

તાજેતરમાં જ લાલબાગના રાજાની (Mumbai lalbagh ka Raja) પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં લાલબાગના રાજા સાપ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે બાપ્પાની બેસવાની શૈલી પણ એટલી ઉત્તમ છે.

Lalbag ganpati 2

ઉલ્લેખનીય છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિવિધાન અનુસાર કરવામાં આવે છે. ગણપતિ પૂજનમાં ઘણા બધા લોકો 10 દિવસ માટે પોતાના ઘરમાં જ ગણપતિબાપ્પાનું આયોજન કરતા હોય છે અને અનંતચતુર્દશીના દિવસે ભગવાન ગણેશને ધામધૂમથી વિદાય આપીને વિસર્જન કરે છે. આ યાદીમાં સામાન્ય લોકોથી લઈને સેલેબ્સનો સમાવેશ પણ થાય છે.

Mumbai lalbagh ka Raja
Whatsapp Join Banner Guj