ST employees on a one day strike

ST employees on a one-day strike: આ તારીખના રોજ એક દિવસીય STના પૈડા થંભી જશે, સરકાર ધ્યાન ન આપેતો ઉગ્ર આંદોલનની ચીમકી

ST employees on a one-day strike: ગુજરાત ST કર્મચારીઓ સામુહિક માસ CL પર જશે- પગાર પંચ, કાયમી કરવા જેવા મુદ્દાને લઇને આંદોલન


અમદાવાદ, 10 સપ્ટેમ્બર: ST employees on a one-day strike: આગામી ૨૨ સપ્ટેમ્બરે એસટીના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતરશે.પગાર પંચ અને કાયમી કરવા સહિતના અન્ય મુદ્દાને લઈને એસટી નિગમના કર્મચારીઓ પણ હવે આંદોલનનો માર્ગ અપનાવશે.

આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓને રીઝવવા હેતુ રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ રાજયના કર્મચારીઓના મોધવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે એસટી નિગમના કર્મચારીઓએ પગાર પંચ અને કાયમી કરવા જેવા મુદ્દાઓને લઈને આંદોલન કરવાનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Ganeshji at bollywood stars home: બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી- જુઓ ફોટોઝ

આગામી ૨૨ સપ્ટેમ્બરે એસટી નિગમના કર્મચારીઓ સામુહિક સીએલ પર ઉતરશે જેના પરિણામે એક દિવસ માટે એસટીના પૈડા થંભી જશે.નિગમના કર્મચારીઓએ કહ્યું છે કે જો સરકાર ધ્યાન નહિ આપે તો આંદોલન ઉગ્ર પણ બનાવીશું. જેના પરિણામની જવાબદારી સરકારની જ રહેશે.


અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના કર્મચારીઓનું મોધવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરીને ૨૮ ટકા કરવાની જાહેરાત કરી હતી.

Whatsapp Join Banner Guj