Bhushan kumar

Bhushan kumar: ટી સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર પર રેપ કરવાનો આરોપ, FIR દાખલ

Bhushan kumar: કુમાર વિરુદ્ધ 30 વર્ષીય મોડલે પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપીને અલગ અલગ સ્થળે રેપ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે

બોલિવુડ ડેસ્ક, 16 જુલાઇઃ Bhushan kumar: ટી સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર પર મુંબઈના DN નગર પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ કરવામાં આવ્યો છે. કુમાર વિરુદ્ધ 30 વર્ષીય મોડલે પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપીને અલગ અલગ સ્થળે રેપ કર્યો હોવા નો આક્ષેપ કર્યો છે. જોકે, હજી સુધી ટી સિરીઝે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

મોડલનો આક્ષેપ છે કે કામની લાલચ આપીને ભૂષણ કુમારે 2017થી લઈ ઓગસ્ટ, 2020 એમ ત્રણ વર્ષ સુધી તેની પર અત્યાચાર કર્યો હતો. મહિલાએ વધુમાં કહ્યું હતું કે ભૂષણે ત્રણ અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની પર રેપ કર્યો હતો. પીડિતાએ એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે ભૂષણ કુમારે તેની તસવીરો તથા વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં ભારતમાં MeToo મૂવમેન્ટ શરૂ થઈ હતી. મોડલ તથા એક્ટ્રેસ મરીનાએ ભૂષણ કુમાર તથા સાજીદ ખાન પર યૌન શોષણનો આક્ષેપ કર્યો હતો. જોકે, આ કેસની બહુ ચર્ચા થઈ નહોતી. મરીનાએ ચેનલ આજ તકને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કામ અપાવવાના બહાને ભૂષણ કુમાર(Bhushan kumar) તથા સાજીદ ખાને તેનું શોષણ કર્યું હતું.

2001માં ભૂષણ કુમાર ફિલ્મ ‘તુમ બિન’નું પ્રોડક્શન કર્યું હતું. ત્યારબાદ ટી સિરીઝ કંપનીએ અનેક સુપરહિટ ફિલ્મ આપી હતી, જેમાં ‘ભૂલ ભુલૈયા’, ‘આશિકી 2’, ‘સનમ રે’, ‘ઓલ ઇઝ વેલ’, ‘સરબજીત’, ‘બાદશાહો’, ‘તુમ્હારી સુલુ’, ‘સત્યમેવ જયતે’ જેવી અનેક ફિલ્મ બનાવી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Virtual Inaugurating: આજે PM મોદી વર્ચ્યુઅલી એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલનું કરશે લોકાર્પણ