Virtual Inaugurating: આજે PM મોદી વર્ચ્યુઅલી એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલનું કરશે લોકાર્પણ

Virtual Inaugurating: આજે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન રિડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન અને આધુનિક ફાઇવસ્ટાર બિઝનેસ હોટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

ગાંધીનગર, 16 જુલાઇઃ Virtual Inaugurating: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ગુજરાતમાં રહેશે. સાંજે ચાર વાગ્યે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(Virtual Inaugurating)નું એક સપનું હતું કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને.આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે.ગાંધીનગરને મળી રહ્યું છે રિડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન! આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ પંચતારક બિઝનેસ હોટલ. આજે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન રિડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન અને આધુનિક ફાઇવસ્ટાર બિઝનેસ હોટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ, સ્પોર્ટ્સ પર્સન સહિત કુલ 675 લોકો ઉપસ્થિત રહેશે.

  • વડાપ્રધાન મોદી (Virtual Inaugurating)આજે ગાંધીનગર વારાણસી વચ્ચે અઠવાડિયામાં એકવાર દોડનારી સુપરફાસ્ટ ટ્રેનનું પણ પ્રસ્થાન કરાવશે. એ ઉપરાંત ગાંધીનગરથી તારંગા નજીક વરેઠા સુધીની વાયા વડનગરની દિવસમાં બેવાર દોડનારી મેમુ ટ્રેનનું પણ પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અમદાવાદ રેલવે સ્ટેશનથી સહભાગી થશે. અમદાવાદથી કેટલાક અગ્રણીઓ-યાત્રિકો આ ટ્રેનમાં જોડાવાના છે
  • આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે”. આ એક્વેટિક ગેલરીનું મહત્ત્વનું પાસું એ છે કે અહીં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલી જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે, જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.
  • સાયન્સ સિટી ખાતે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે.
  • ગેલરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને એની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે, જેમ કે મેડિસિન, એગ્રિકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, 16 રોબોગાઈડ અહીં આવનારા મુલાકાતીઓને ગાઈડ કરશે.
  • 20 એકરમાં પથરાયેલા નેચર પાર્કમાં 380થી વધુ સ્પીસિસ જોવા મળશે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જિમ અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભુલભુલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે, જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉન્ડેડ સ્લોથ બેર, ઊધઈના રાફડા અને મધપૂડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે.
Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Surekha sikri: બાલિકા વધુના દાદીસા સુરેખા સિક્રીનું દુઃખદ અવસાન, 3 વાર મેળવ્યો હતો નેશનલ અવોર્ડ