Deepika announce pregnancy: દિપીકા રણવીર આપ્યા ગુડ ન્યૂઝ, એક્ટ્રેસે પ્રેગ્નન્સીની કરી જાહેરાત- જુઓ પોસ્ટ

Deepika announce pregnancy: આજે આ બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર છે.

બોલિવુડ ડેસ્ક, 29 ફેબ્રુઆરીઃ Deepika announce pregnancy:  દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2018 માં લગ્ન કર્યા, જયારે આજે આ બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બાળકનો જન્મ સપ્ટેમ્બર 2024માં થશે. 

2 Child Norm For Government Jobs: હવે 2થી વધુ બાળકો હશે તો નહીં મળે આ રાજ્યમાં સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

ઉલ્લેખનીય છે કે, લંડનમાં 77મા બાફ્ટા રેડ કાર્પેટ પર તેણીએ કથિત રીતે પોતાનું પેટ છુપાવવાનો પ્રયાસ કર્યા પછી અટકળો શરૂ થઈ હતી. દિપીકાએ એવોર્ડ ફંકશનમાં સબ્યસાચી મુખર્જી દ્વારા ડીઝાઇન કરેલી અદભૂત ચમકદાર સાડી અને અને કસ્ટમ જ્વેલરી પહેરી હતી.

જાન્યુઆરીમાં વોગ સિંગાપોરને આપેલા હૃદયસ્પર્શી નિવેદનમાં, દિપીકાએ પિતૃત્વની અપેક્ષા વ્યક્ત કરતાં કહ્યું, “રણવીર અને હું બાળકોને પ્રેમ કરીએ છીએ. અમે તે દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમે અમારું પોતાનું કુટુંબ શરૂ કરીશું.”

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો