Supreme Court

2 Child Norm For Government Jobs: હવે 2થી વધુ બાળકો હશે તો નહીં મળે આ રાજ્યમાં સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

નવી દિલ્હી, 29 ફેબ્રુઆરીઃ 2 Child Norm For Government Jobs: રાજસ્થાનમાં અત્યાર સુધી પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો પર બે બાળકની નીતિ લાગુ પડતી હતી. હવે આ નિયમ સરકારી નોકરીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે જો કોઈને 2 થી વધુ બાળકો હશે તો તેને સરકારી નોકરી નહીં મળે. આ નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પણ પરવાનગી મળી ગઈ છે.

આ પણ વાંચો… Jharkhand Train Accident: ઝારખંડમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, 02 મુસાફરોએ જીવ ગુમાવ્યા

ઉલ્લેખનીય છે કે આ નીતિ લગભગ 21 વર્ષ પહેલા પંચાયતની ચૂંટણી માટે ફરજિયાત બનાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં, જે લોકો સરકારી નોકરી શોધી રહ્યા છે અને 2 થી વધુ બાળકો ધરાવે છે તેમના માટે આ એક મોટો આંચકો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો