Dipika padukode image

Deepika Padukone: દીપિકા પાદુકોણે 600-600 કરોડની બે ફિલ્મો કરી સાઇન; જાણો વિગત….

Deepika Padukone; રામાયણમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને મહેશ બાબુ મુખ્ય રોલ કરી રહ્યા છે. એમાં હૃતિક રાવણ અને મહેશ બાબુ રામના પાત્રમાં જોવા મળવાના છે.

મનોરંજન ડેસ્ક: ૦૩ જુલાઈ: Deepika Padukone: નિર્માતા મધુ મન્ટેનાએ એક વાતચીતમાં કન્ફર્મ કર્યું છે કે દિવાળી પર તે ભારતીય સિનેમાની અધધધ બજેટ ધરાવતી ફિલ્મ ‘રામાયણ’ની ઘોષણા કરવાના છે. એમાં સીતાનું પાત્ર દીપિકા પાદુકોણ ભજવવાની છે, જ્યારે બીજી બાજુ મધુ મન્ટેના અને દીપિકા પાદુકોણ ૨૦૧૯માં જ ‘દ્રૌપદી’નું એલાન કરી ચૂક્યા છે.

આ પણ વાંચો…Aamir khan-kiran rao: આમિર ખાન અને કિરણ રાવના સંબંધમાં ભંગાણ, લગ્નના 15 વર્ષ બાદ લેશે ડિવોર્સ- વાંચો વિગત

મધુ મન્ટેનાએ જણાવ્યું હતું કે, હું અને દીપિકા (Deepika Padukone) આ ફિલ્મો પર સતત કામ કરી રહ્યા છે. દીપિકા પહેલા સીતાનું પાત્ર ભજવશે અને પછી દ્રૌપદીના પાત્રમાં જોવા મળશે. રામાયણમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને મહેશ બાબુ મુખ્ય રોલ કરી રહ્યા છે. એમાં હૃતિક રાવણ અને મહેશ બાબુ રામના પાત્રમાં જોવા મળવાના છે.

ફિલ્મની રસપ્રદ વાત એ છે કે મહાભારત પર આધારિત ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ કરવાની છે. કહેવાય છે કે દીપિકા દ્રૌપદીનો મુખ્ય રોલ નિભાવશે,આ ફિલ્મ દ્રૌપદીના પાત્રને ધ્યાનમાં રાખીને જ બનાવામાં આવશે. મધુ મન્ટેનાના બન્ને પ્રોજેક્ટ રામાયણ અને મહાભારતનું બજેટ ૬૦૦-૬૦૦ કરોડ રૂપિયા છે.

Whatsapp Join Banner Guj