the big picture

The big picture: ‘કૌન બનેગા કરોડપતિ’ને ચૅલેન્જ આપવા રણવીર સિંહ મેદાનમાં

The big picture: ‘ધ બિગ પિક્ચર’માં ગ્રાન્ડ પ્રાઇઝ મની જીતવા માટે કન્ટેસ્ટન્ટ્સને ત્રણ લાઇફલાઇનની મદદથી બાર વિઝ્યુઅલ બેસ્ડ પ્રશ્નોના જવાબ આપવા પડશે.

મનોરંજન ડેસ્ક: ૦૩ જુલાઈ: The big picture: બૉલિવુડ ઍક્ટર રણવીર સિંહ ટૂંક સમયમાં નાની સ્ક્રિન પર જોવા મળશે. ઍક્ટર વિઝ્યુઅલ બેસ્ડ ક્વિઝ શો, ‘ધ બિગ પિક્ચર’માં હોસ્ટ તરીકે જોવા મળશે. આગામી જનરેશન  ક્વિઝ શો ‘ધ બિગ પિક્ચર’ પહેલી પ્રૉપર્ટી છે, જે નૉલેજ અને વિઝ્યુઅલ મેમરીનું મિશ્રણ છે. આ રસપ્રદ કન્ટેન્ટ રણવીર સિંહની સાથે ભારતમાં ગેમ શોના સિદ્ધાંતને નવા અંદાજમાં પ્રસ્તુત કરશે અને દર્શકોને લાખો રૂપિયા જીતવાની તક પણ મળશે.

આ પણ વાંચો…Sandesara Group case: અહેમદ પટેલના જમાઈ સહિત ચાર લોકોની આટલા કરોડની સંપત્તિ કરી જપ્ત, વાંચો શું છે મામલો?

‘ધ બિગ પિક્ચર’માં (The big picture) ગ્રાન્ડ પ્રાઇઝ મની જીતવા માટે કન્ટેસ્ટન્ટ્સને ત્રણ લાઇફલાઇનની મદદથી બાર વિઝ્યુઅલ બેસ્ડ પ્રશ્નોના જવાબ આપવા પડશે. શોનું ફોર્મેટ દર્શકોને ઘરેબેઠાં રમવા અને મોટી પ્રાઇઝ જીતવાની તક આપશે. શો વિશે વાત કરતાં રણવીર સિંહ જણાવે છે કે કલાકાર તરીકે મારી સફરમાં પ્રયોગ કરવા અને શોધ કરવાની મારી ભૂખ હંમેશાં રહે છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ભારતીય સિનેમાએ મને બધું આપ્યું છે, તે એક અભિનેતા તરીકે આગળ વધવા અને પોતાની સ્કિલ્સનું પ્રદર્શન કરવાનું એક મંચ રહ્યું છે અને ભારતીયોએ મને ઘણો સ્નેહ આપ્યો છે.