aryan khan ananya

Drug case: આર્યન ખાને અચિત નામના ડ્રગ પેડલર પાસે 80000નો ગાંજો મંગાવ્યો હતો, અનન્યા સાથેની નવી ચેટ સામે આવી- આજે જામીન અંગે સુનવણી

Drug case: સૂત્રોનુ કહેવુ છે કે, એનસીબી પાસે બીજા સ્ટાર કિડ સાથે આર્યન ખાનની ડ્રગ્સ અંગે થયેલી ચેટનો રેકોર્ડ પણ છે

બોલિવુડ ડેસ્ક, 26 ઓક્ટોબરઃ Drug case: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. આર્યન ખાન અને અનન્યા પાંડેની એક નવી વોટસએપ ચેટ સામે આવી છે. જેના પગલે અનન્યા પાંડેની પણ મુશ્કેલીઓ વધી શકે છે.

આ વોટસએપ ચેટના જે સ્ક્રીન શોટ સામે આવ્યા છે તેમાં ગ્રૂપ ચેટ થયેલી છે. જેમાં આર્યન ખાન અચિત કુમાર નામના ડ્રગ પેડલર પાસે જથ્થાબંધ ડ્રગ્સ ખરીદવાની વાત કરે છે. આર્યને અચિત પાસેથી 80000 રૂપિયાનો ગાંજો મંગાવ્યો હતો.

આ પણ વાંચોઃ ST buses increase fares for diwali: એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે આ સાથે જ 25 ટકા ભાડું વધશે

આ ચેટના અંશ કઈંક આ પ્રમાણે છે.

આર્યન ખાનઃ હું તારી પાસેથી ચૂપચાપ લઈ લઈશ

અનન્યાઃ ઓકે

આર્યનઃ વીડ

અનન્યાઃ આની બહુ ડીમાન્ડ છે

આર્યનઃ હું તારી પાસે ગુપ્ત રીતે લઈ લઈશ

અનન્યાઃ ઓકે

એ દિવસની જે બીજી ચેટ સામે આવી છે તેમાં અનન્યાને આર્યન ખાન ફરી પૂછે છે કે, તુ વીડ લાવી છે અને અનન્યા કહે છે કે, મારી પાસે આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ Pusya nakshatra: 60 વર્ષ પછી બની રહ્યો છે ખરીદીનો શુભ સંયોગ,વાંચો વિગત

બીજી તરફ વધુ એક ચેટમાં આર્યન ખાને તેના દોસ્તોને કહે છે કે, કાલે આપણે કોકેન લઈશું, હું તમારા માટે લાવી રહ્યો છું અને સાથે સાથે મજાક કરે છે કે, એનસીબી દ્વારા કોકેન લાવવામાં આવશે.

સૂત્રોનુ કહેવુ છે કે, એનસીબી પાસે બીજા સ્ટાર કિડ સાથે આર્યન ખાનની ડ્રગ્સ અંગે થયેલી ચેટનો રેકોર્ડ પણ છે. જેના આધારે એનસીબી આર્યન અને અનન્યાની પૂછપરછ કરી રહી છે.

Whatsapp Join Banner Guj