ST Bus Strike

ST buses increase fares for diwali: એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે આ સાથે જ 25 ટકા ભાડું વધશે

ST buses increase fares for diwali: દિવાળીના પર્વ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાત અને ગોધરા, દાહોદ તરફ જે વધારાની બસો દોડાવવામાં આવે છે

અમદાવાદ, 26 ઓક્ટોબરઃST buses increase fares for diwali: ટ્રેનની મુસાફરી બાદ ટૂંક સમયમાં તમને બસની મુસાફરી મોંઘી પડી શકે છે કેમ કે દિવાળીના તહેવારોમાં લોકોને અવર જવરમં અનુકૂળતા રહે તે માટે એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે આ સાથે જ 25 ટકા ભાડું વધશે.

દિવાળી ટાળે લોકો માદરે વતન જતા હોય છે ત્યારે તહેવારોમાં ભીડ જામતી હોય છે. ત્યારે લોકો અવર જવરમાં મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન વધારાની બસો દોડતી ત્યારે ઘણી ટ્રીપમાં મુસાફરોની પુરતી સંખ્યા ન મળતી હોવાથી નુકસાન વેઠવું પડે છે.

આ પણ વાંચોઃ Rickshaw minimum fare: મોંધવારી વધતા રિક્ષાચાલકોએ પણ ભાડા કર્યો વધારો, હવે મિનિમમ ભાડા પેટે લેશે આટલા રુપિયા?

એક તરફ દિન પ્રતિ દિન પેટ્રોલ ડીઝલ અને હવે સીએનજી ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ નુકસાન ભરપાઇ કરવા માટે 25 ટકા જેટલો ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મુસાફરોના માથે વધારાનો બોજ આવશે.

દિવાળીના પર્વ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાત અને ગોધરા, દાહોદ તરફ જે વધારાની બસો દોડાવવામાં આવે છે. તે મુસાફરોને આ ભાડા વધારાનો સામનો કરવો પડશે. ત્યારે હાલમાં જે નિયમિત બસોની અવર જવર થઇ રહી છે તેનું ભાડું યથાવત્ રહેશે.

Whatsapp Join Banner Guj