Sukmawati soekarnoputri

Sukmawati soekarnoputri: ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવશે- વાંચો વિગત

Sukmawati soekarnoputri: સુકમાવતીના વકીલે દાવો કર્યો છે કે,સુકમાવતીને હિન્દુ ધર્મની ઘણી જાણકારી છે અને આ ધર્મની પંરપરાઓથી તે જાણીતા છે

નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ Sukmawati soekarnoputri: ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતી ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવવા જઈ રહી છે.એવુ કહેવાય છે કે, આજે બાલીમાં સુકર્ણો સેન્ટર હેરિટેજ એરિયામાં એક કાર્યક્રમનુ આયોજન કરાયુ છે અને આ દરમિયાન તે હિન્દુ ધર્મ અપનાવી શકે છે. બાલીમાં હિન્દુ ધર્મના ઘણા મંદિરો આવેલા છે.

એક મીડિયા રિપોર્ટમાં સુકમાવતીના વકીલે દાવો કર્યો છે કે, સુકમાવતીને હિન્દુ ધર્મની ઘણી જાણકારી છે અને આ ધર્મની પંરપરાઓથી તે જાણીતા છે. સુકમાવતી હાલમાં 70 વર્ષના છે. સુકમાવતીની બહેન મેગાવતી ઈન્ડોનેશિયા નેશનલ પાર્ટીની સ્થાપક છે.

2018માં સુકમાવતી પર એક કવિતા થકી ઈસ્લામ ધર્મનુ અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. એ પછી સુકમાવતીએ માફી માંગી હતી. ઈન્ડોનેશિયામાં ઈસ્લામ સૌથી મોટો ધર્મ છે. દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસતી ઈન્ડોનેશિયામાં છે. જોકે આ દેશના બાલી ટાપુ પર મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે.

આ પણ વાંચો: Drug case: આર્યન ખાને અચિત નામના ડ્રગ પેડલર પાસે 80000નો ગાંજો મંગાવ્યો હતો, અનન્યા સાથેની નવી ચેટ સામે આવી- આજે જામીન અંગે સુનવણી

Whatsapp Join Banner Guj