jacqueline

ED is Jacqueline’s Property confiscated: જેકલીનની મુશ્કેલીઓ વધી, એક્ટ્રેસની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી- વાંચો શું છે મામલો?

ED is Jacqueline’s Property confiscated: સુકેશે જેકલીનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જીમ વેર, એક જોડી લુઇ વીટનના શૂઝ, બે જોડી હીરાની ઇયરરિંગ્સ, માણેકનું બ્રેસલેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસલેટ, 15 જોડી ઇયરરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી

બોલિવુડ ડેસ્ક, 30 એપ્રિલઃ ED is Jacqueline’s Property confiscated: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે જેકલીન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની નજરમાં આવી હતી. EDએ જેકલીનની ત્રણવાર પૂછપરછ કરી હતી. હવે, EDએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ આ કાર્યવાહી ખંડણીના એક કેસમાં કરી છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, જપ્ત કરેલી સંપત્તિમાંથી 7.12 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટના રૂપમાં છે. આ કેસમાં ED સહિત અનેક એજન્સીઓ તપાસ કરતી હતી. કહેવાય છે કે જેકલીનની જપ્ત કરેલી સંપત્તિમાં 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ પણ સામેલ છે. આ પહેલાં 5 ડિસેમ્બર, 2021ના રોજ જેકલીને દેશની બહાર જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે એક્ટ્રેસને મુંબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. EDએ જેકલીન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઇશ્યૂ કરી છે.

આ પણ વાંચોઃ Patiala violence: પટિયાલા ખાતે કાલી માતાના મંદિર પર હુમલો કરનારા દોષીઓની ધરપકડ કરવાની માગણી, સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ- વાંચો વિગત

સુકેશે ગિફ્ટમાં શું શું આપ્યું હતું?

સુકેશે જેકલીનને 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હતી. સુકેશે જેકલીનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જીમ વેર, એક જોડી લુઇ વીટનના શૂઝ, બે જોડી હીરાની ઇયરરિંગ્સ, માણેકનું બ્રેસલેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસલેટ, 15 જોડી ઇયરરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી.

આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં સુકેશે જેકલીનની માતાને પોર્શે કાર તથા 1.8 લાખ ડોલર આપ્યા હતા. સુકેશે ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચોઃ Surya Grahan 2022: આજે સૂર્યગ્રહણના રોજ સૂર્ય-ચંદ્ર-રાહુનો સંયોગ- આ 5 રાશિવાળાએ સાવધાન રહેવું

Gujarati banner 01