Surya Grahan 2022

Surya Grahan 2022: આજે સૂર્યગ્રહણના રોજ સૂર્ય-ચંદ્ર-રાહુનો સંયોગ- આ 5 રાશિવાળાએ સાવધાન રહેવું

Surya Grahan 2022: ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે 12:15 વાગ્યાથી શરૂ થઈને શરૂ થઈને સવારે 04:07 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થશે

જ્યોતિષ ડેસ્ક, 30 એપ્રિલઃ Surya Grahan 2022: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે રાત્રે થવા જઈ રહ્યું છે. ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે 12:15 વાગ્યાથી શરૂ થઈને શરૂ થઈને સવારે 04:07 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થશે. જોકે, આ એક આંશિક સૂર્યગ્રહણ છે જે ભારતમાં નહીં દેખાશે. એટલા માટે સુતક સંબંધિત નિયમોનું પાલન કરવાની જરૂર નથી. આમ છતાં જ્યોતિષીઓ ભારતમાં આ ગ્રહણને લઈને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. ત્રણ મુખ્ય ગ્રહોનો દુર્લભ સંયોગ તેનું કારણ માનવામાં આવી રહ્યું છે. 

જ્યોતિશીઓનું કહેવું છે કે, આ ગ્રહણમાં સૂર્ય, ચંદ્ર અને રાહુનો સંયોગ બનશે. આ સંયોગ પર શનિની દ્રષ્ટિ પણ હશે. સૂર્ય, રાહુ અને શનિના પ્રભાવને કારણે દુર્ઘટના થવાની સંભાવના રહેશે. મેષ રાશિમાં ગ્રહણ વિશ્વભરમાં યુદ્ધ અને વિસ્ફોટનો સંકેત આપી રહ્યું છે. ભારતના પૂર્વ ભાગોમાં ચીન, જાપાન અને બાંગ્લાદેશ કરફ વધુ સમસ્યાઓ થઈ શકે છે.

સૂર્યગ્રહણ દરમિયાન શું ન કરવું ?

સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને વધુ સાવધાન રહેવાની જરૂર છે. ગ્રહણ દરમિયાન ધારદાર સાધનોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન પૂજા-પાઠ ન કરવો જોઈએ. ગ્રહણ દરમિયાન સૂર્ય પ્રકાશમાં ન નીકળવું જોઈએ. ગ્રહણ નરી આંખે ન જોવું જોઈએ. આ દરમિયાન કોઈપણ યાત્રા મુલતવી રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ Wife Gangrape: આ તો હદ થઇ..! દહેજના લોભી પતિએ પોતાની જ પત્નીનો કરાવ્યો ગેંગ રેપ

આ 5 રાશિવાળાએ સાવધાન રહેવું

  • મેષ– વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મેષ રાશિમાં જ થવા જઈ રહ્યું છે. એટલા માટે આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય અને દુર્ઘટનાઓનું ધ્યાન રાખવું જોઈએ. કરિયર અને શિક્ષણ મામલે સમસ્યા થઈ શકે છે. 
  • વૃષભ- વૃષભ રાશિ વાળાએ પણ પોતાના વ્યાપાર અને લગ્ન જીવન પર ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્ય સંબંધી નાની-નાની સમસ્યાઓને પણ ન અવગણવી.
  • સિંહ- સિંહ રાશિના લોકોને બિનજરૂરી ચિંતાઓ અને વિવાદોનો સામનો કરવો પડી શકે છે. પિતા અને ઘરના વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
  • તુલા- પારિવારિક જીવનનું ધ્યાન રાખવું. અકસ્માતો થઈ શકે છે. વેપાર અને પૈસાની લેવડ-દેવડમાં વિશેષ કાળજી રાખવી. 
  • મકર- મકર રાશિના લોકોએ આ સમયે તેમની કારકિર્દીમાં જોખમ ન લેવું જોઈએ. નોકરી-ધંધામાં મોટો ફેરફાર તમારા માટે નુકસાનકારક બની શકે છે.

આ પણ વાંચોઃ Increasing lockdown of corona cases in China: આ દેશના ૨૭ શહેરોમાં લોકડાઉન આશરે ૧૭ કરોડ લોકો ઘરમાં કેદ

Gujarati banner 01