film Pushpa craze: પુષ્પાનો ક્રેઝ એટલો વધ્યો છે કે હવે શ્રી વલ્લીનું ભોજપુરી વર્ઝન શુટિંગ ભેસોની વચ્ચે થયું

film Pushpa craze: ‘શ્રીવલ્લી’ ગીત મૂળ રૂપે સિદ શ્રીરામ દ્વારા ગાયું હતું અને પછીથી તેને હિન્દીમાં રિમેક કરવામાં આવ્યું હતું.

મનોરંજન ડેસ્ક: 08 ફેબ્રુઆરી: film Pushpa craze: સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા- ધ રાઇઝ’ના ગીતો લોકોના મોઢે સાંભળવા મળી રહ્યા છે કે આની ઇન્સ્ટા રીલ્સ દરેક જગ્યાએ જાેવા મળી રહી છે. લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીતના હૂક સ્ટેપને શેર કરી રહ્યા છે અને ‘શ્રીવલ્લી’ થી ઉ અંતવા’ જેવા ગીતોએ મહેફિલ લુટી લીધી છે.

પરંતુ હવે આ (film Pushpa craze) ગીતોને રિમેક કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને તેની શરૂઆત ભોજપુરીમાં રિમેક થવાની સાથે થઈ છે. રાહુલ રોય, કુમાર મનીષ સિંહ અને કુંવર અભિનવ આદિત્ય જેવા કલાકારોએ આ ગીત ભોજપુરીમાં ગાયું છે અને તેના વીડિયો યુટ્યુબ પર આગ લગાવી રહ્યા છે. બધાએ ગીતના શબ્દો બદલ્યા છે પરંતુ મેલોડી અને ફીલ એક જ રહ્યા છે. આ જ કારણ છે કે પુષ્પાના ગીતોની લોકપ્રિયતામાં અચાનક એક નવી તેજી આવી છે.

Asit Vora resigns: GSSSBના ચેરમેન અસિત વોરાએ આપ્યું રાજીનામું

‘શ્રીવલ્લી’ ગીત મૂળ રૂપે સિદ શ્રીરામ દ્વારા ગાયું હતું અને પછીથી તેને હિન્દીમાં રિમેક કરવામાં આવ્યું હતું. શ્રીરામે આ ગીત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં ગાયું અને પછી કોજાવેદ અલીએ તેની હિન્દી રિમેક ગાયું. આ ફિલ્મે અત્યાર સુધી માત્ર હિન્દી વર્ઝન દ્વારા ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી છે, અને કલેક્શન હજુ ચાલુ છે.

Gujarati banner 01