Gauri Khan talks about his son

Gauri Khan talks about his son: દીકરાની ધરપકડ વિશે ગૌરી ખાન પહેલીવાર કરી વાત, કહ્યું- તે અમારા જીવનનો સૌથી ખરાબ સમય પસાર હતો

Gauri Khan talks about his son: કરને આ શોમાં હોસ્ટ આર્યન ખાનનું નામ લીધા વગર વાત કરી હતી. કરને ગૌરીને કહ્યું હતું, ‘આ સમય તારા માટે ઘણો જ મુશ્કેલ હતો અને…

મુંબઇ, 23 સપ્ટેમ્બરઃGauri Khan talks about his son: બોલિવુડ એક્ટર શાહરુખ ખાન તથા ગૌરી ખાનનો દીકરો આર્યન ખાન ગયા વર્ષે ચર્ચામાં રહ્યો હતો. આર્યન ખાનની મુંબઈથી ગોવા જતી ક્રૂઝમાંથી ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન શાહરુખ ખાનનો પરિવાર ઘણો જ મુશ્કેલીમાં રહ્યો હતો. હવે પહેલી જ વાર આર્યનની મમ્મી ગૌરીએ આ અંગે વાત કરી હતી.

‘કૉફી વિથ કરન’માં ગૌરી ખાન, મહીપ કપૂર તથા ભાવના પાંડે આવ્યાં હતાં. કરને આ શોમાં હોસ્ટ આર્યન ખાનનું નામ લીધા વગર વાત કરી હતી. કરને ગૌરીને કહ્યું હતું, ‘આ સમય તારા માટે ઘણો જ મુશ્કેલ હતો અને તે આ સમયમાંથી વધુ તાકાતવર બનીને બહાર આવી છે. મને ખ્યાલ છે કે તમે એક માતા છો. આપણે એક જ પરિવારના હિસ્સા છીએ અને હું પણ આ જ પરિવારનો છું. આ વાત કોઈના માટે સરળ નહોતી.’

આ પણ વાંચોઃ Bahucharaji temple Mahant commits suicide: નાની બહુચરાજી મંદિરના મહંતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ- વાંચો વિગત

ગૌરી ખાને કહ્યું હતું, ‘અમે જે સમયમાંથી પસાર થયાં એનાથી વધુ કંઈ જ ખરાબ ના હોઈ શકે, પરંતુ પરિવાર તરીકે અમે સાથે ઊભાં રહ્યાં. હું કહી શકું છું કે હવે અમે સારા સ્પેસમાં છીએ. અમને લોકોનો પ્રેમ પણ મળ્યો. અમારા મિત્રો અને ઘણા લોકોએ અમને મેસેજ કર્યા. હું તમામની આભારી છું કે તે બધાએ મને મદદ કરી.’

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. શાહરુખ ખાન દીકરાને મળવા જેલમાં પણ ગયો હતો. આર્યન ખાન ગયા વર્ષે 30 ઓક્ટોબરે ઘરે પરત ફર્યો હતો. આ કેસમાં NCBને આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચોઃ Pragatya Mohotsav: જામનગરમાં પ્રાણનાથજીનો 405 માં પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ, કૃષિમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત

Gujarati banner 01