Bahucharaji temple Mahant commits suicide

Bahucharaji temple Mahant commits suicide: નાની બહુચરાજી મંદિરના મહંતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ- વાંચો વિગત

Bahucharaji temple Mahant commits suicide: મંદિરમાં 25 વર્ષથી માતાજીની સેવા પૂજા કરતા મહંત શંભુનાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો

સુરત, 23 સ્પટેમ્બરઃBahucharaji temple Mahant commits suicide: સુરતના કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર બેચરાજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં 25 વર્ષથી માતાજીની સેવા પૂજા કરતા મહંત શંભુનાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ માહિતી મંદિરના ભક્તો તેમજ મંદિરની આસપાસ રહેતા લોકોને થતા તેઓ તાત્કાલિક મંદિરે દોડી આવ્યા હતા. મંદિરના મહંતે આપઘાત કરતા ભાવિકોમાં દુઃખની લાગણી પ્રસરી હતી.

નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે મહંતે નવરાત્રી અગાઉ જ માતાજીના મંદિરના પરિસરમાં આપઘાત કર્યો હોવાને લઈ ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ ઘટનાની જાણ ચોક બજાર પોલીસને થતા ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Pragatya Mohotsav: જામનગરમાં પ્રાણનાથજીનો 405 માં પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ, કૃષિમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત

બીજી બાજુ મંદિરના ભક્તોનું કહેવું છે કે, મહારાજ પ્રણામી ધર્મના સ્નાતક હતા અને 25 વર્ષથી તેઓ સેવા પૂજા કરતા હતા. આ વાત સાંભળીને ખૂબ જ નવાઈ લાગે છે. મહંતે કયા કારણોસર આપઘાત કર્યો છે તેની પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

એવી પણ માહિતી સામે આવી રહી છે કે મહંત શંભુનાથ મૂળ નેપાળના વતની હતા અને સ્વભાવથી ખૂબ જ ખુશ હતા. ભાવિકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, તેમણે જાતે આ પગલું ભર્યું હોય તેવું અમને માનવામાં આવતું નથી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચોઃ Stray cow jump from first floor: ઢોર પાર્ટીને જોઈ ગાયે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પગ અને માથામાં થઇ ઈજા- જાણો શું છે મામલો?

Gujarati banner 01