Good news at Bharti and Debinas house

Good news at Bharti and Debina’s house: ભારતીએ આપ્યો દિકરાને જન્મ, દેબિનાના ઘરે દિકરીનું આગમન- ગુરમીતે લાડલીનો વીડિયો કર્યો શેર

Good news at Bharti and Debina’s house: ભારતી અને દેબિના બંને ટીવીના જાણીતા ચહેરા છે અને છેલ્લા સમય સુધી ખૂબ જ એક્ટિવ જોવા મળ્યા હતા

મનોરંજન ડેસ્ક, 04 એપ્રિલઃ Good news at Bharti and Debina’s house: કોમેડિયન ભારતી સિંહ લગ્નનાં પાંચ વર્ષ બાદ માતા બની છે. 3 એપ્રિલ, રવિવારના રોજ ભારતીએ દીકરાને જન્મ આપ્યો હતો. ભારતીના પતિ હર્ષ લિમ્બાચિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ માહિતી આપી હતી. ભારતીએ 2 એપ્રિલ સુધી કામ કર્યું હતું અને સેટ પરનો વીડિયો વાઇરલ થયો છે.

હર્ષ લિમ્બાચિયાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ઇટ્સ અ બોય. ભારતીએ ગયા વર્ષે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

ભારતી અને હર્ષના ઘરે દીકરાના આગમન બાદ હવે ટીવીની લોકપ્રિય જોડી ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીના ઘરે દીકરીનંુ આગમન થયું છે. દેબિના અને ગુરમીત લગ્નના ઘણા વર્ષ બાદ માતા-પિતા બન્યા છે.

દેબિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે પોતાના પ્રેગ્નેન્સીના સમાચાર પણ પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા. હવે ગુરમીતે ઘરે દીકરી આવવાના સમાચાર શેર કરતા પોતાની ખુશી જાહેર કરી છે. ફેન્સ માટે ગુરમીતે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પણ શેર કર્યો છે.

આ પણ વાંચોઃ Loving couple commit suicide: વડોદરા પાસે નર્મદા કેનાલમાં કૂદીને પ્રેમી- પ્રેમિકાએ કરી આત્મહત્યા, યુવકના 7 એપ્રિલે હતા લગ્ન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.