Imran Khan

Pakistan Political Crisis: આખરે પાક વડાપ્રધાનના પદ પરથી હટાવાયા, કેબિનેટ સચિવાલયે જાહેરનામું બહાર પાડ્યું

Pakistan Political Crisis: હવે ઈમરાન ખાન હવે સત્તાવાર રીતે પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા નથી

કરાચી, 04 એપ્રિલઃ Pakistan Political Crisis: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના રાજકારણમાં ઘણી ઉથલ-પાથલ થઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન કેબિનેટ સચિવાલયે તાત્કાલિક અસરથી ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી હટાવવાની સૂચના બહાર પાડી છે. એટલે કે ઈમરાન ખાન હવે સત્તાવાર રીતે પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા નથી.

પાકિસ્તાન કેબિનેટ સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ ‘સંસદીય બાબતોના મંત્રાલયે 3 એપ્રિલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા પાકિસ્તાન એસેમ્બલીના વિસર્જન બાદ ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણની કલમ 48(1) અને કલમ 58(1) મુજબ, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન અહેમદ ખાન નિયાઝીનું પદ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધા બાદ વિપક્ષે તેને ‘ગેરબંધારણીય’ ગણાવ્યું હતું. સાથે જ વિપક્ષે નેશનલ એસેમ્બલીના વિસર્જન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પછી ચીફ જસ્ટિસ બંદિયાલે આ સમગ્ર પરિસ્થિતિ જોઈ અને ત્રણ સભ્યોની બેન્ચે પ્રાથમિક સુનાવણી કરી અને રાષ્ટ્રપતિ અલ્વી અને નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર સહિત તમામ પક્ષકારોને નોટિસ જાહેર કરી.

આ પણ વાંચોઃ Good news at Bharti and Debina’s house: ભારતીએ આપ્યો દિકરાને જન્મ, દેબિનાના ઘરે દિકરીનું આગમન- ગુરમીતે લાડલીનો વીડિયો કર્યો શેર

પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઓમર અતા બંદિયાલે કહ્યું કે, નેશનલ એસેમ્બલીના વિસર્જન અંગે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના તમામ આદેશો અને કાર્યવાહી કોર્ટના આદેશોને આધીન રહેશે. આ પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડાપ્રધાન ઈમરાન ખાનની ભલામણ પર નેશનલ એસેમ્બલી (NA) ભંગ કરી દીધી હતી. તેના થોડા સમય પહેલા જ નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

ક્રિકેટરમાંથી રાજકારણમા જોડાયેલા ઈમરાન ખાને રવિવારે દેશની રાજકીય પીચ પર તમામ વિપક્ષી નેતાઓને સ્તબ્ધ કરી દીધા હતા. નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પર વિપક્ષ મતદાન કરે તે પહેલાં ઈમરાન ખાને બહુમતી ઓછી હોવા છતાં સંસદને વિસર્જન કરવાની ભલામણ કરીને આખુ ચિત્ર જ ફેરવી નાખ્યુ. ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રવિવારે વડાપ્રધાન ઈમરાન ખાનની સલાહ પર નેશનલ એસેમ્બલી ભંગ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ Loving couple commit suicide: વડોદરા પાસે નર્મદા કેનાલમાં કૂદીને પ્રેમી- પ્રેમિકાએ કરી આત્મહત્યા, યુવકના 7 એપ્રિલે હતા લગ્ન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.