kareena kapoor khan

Kareena broke the rules: કોરોનામાંથી સાજા થયા બાદ કરીનાએ કર્યો આ નિયમનો ભંગ, પતિ સાથે થઇ રહ્યો છે ફોટો વાયરલ- વાંચો શું છે મામલો?

Kareena broke the rules: લોકોએ તો મુંબઈ પોલીસને પણ કપલની ફરિયાદ કરી

બોલિવુડ ડેસ્ક, 07 જાન્યુઆરીઃ Kareena broke the rules: કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે બોલીવૂડ સેલિબ્રિટિઝ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે સૈફ અને કરિના કારમાં માસ્ક પહેર્યા વગર કેમેરામાં ક્લિસ થઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમની ઝાટકણી કાઢી રહ્યા છે.

તસવીરમાં જોઈ શકાય છે કે, સૈફ અલી ખાન કાર ડ્રાઈવ કરી રહ્યો છે અને કરીના તેની બાજુમાં સીટ પર બેઠા બેઠા મોબાઈલ પર વાત કરી રહી છે.બંનેમાંથી એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યો નથી અને સૈફ અલી ખાને સીટ બેલ્ટ પણ લગાવ્યો નથી.જેને લઈને સોશિયલ મીડિયા પર ચાહકો ખફા છે.

content image 587ec674 7737 442f a0cc ac96c371f8d5
વાયરલ ફોટો

લોકોએ તો મુંબઈ પોલીસને પણ કપલની ફરિયાદ કરી છે કે, શું સેલિબ્રિટી હોય તેમને સીટ બેલ્ટ પણ બાંધ્યો નથી  કે માસ્ક પહેરવાનો નિયમ લાગુ પડતો નથી.બીજા લોકોને તો પોલીસ માસ્ક ના પહેર્યો હોય કે સીટ બેલ્ટ ના બાંધ્યો હોય તો તરત જ દંડ ફટકારતી હોય છે.

Advertisement

તાજેતરમાં જ કરીના કપૂર કોરોનાથી સંક્રમિત થઈ હતી અને એ પછી તે પહેલી વખત સૈફ અલી ખાન સાથે ઘરની બહાર દેખાઈ હતી.

આ પણ વાંચોઃ Chinese rope seller arrested: ઉત્તરાયણ પહેલા SOGની ટીમનું સર્ચ ઓપરેશન, ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ત્રણ ઝડપાયા, 7 લાખનો મુદ્દામાલ જપ્ત

Whatsapp Join Banner Guj

Advertisement