Chinese rope seller arrested

Chinese rope seller arrested: ઉત્તરાયણ પહેલા SOGની ટીમનું સર્ચ ઓપરેશન, ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ત્રણ ઝડપાયા, 7 લાખનો મુદ્દામાલ જપ્ત

Chinese rope seller arrested: ગ્રામ્ય એસઓજીની ટીમે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીપક રાણા નામના આરોપીને ૩૦૨ નંગ ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યો

અમદાવાદ, 07 જાન્યુઆરી: Chinese rope seller arrested: ઉત્તરાયણના તહેવારની પહેલા ગ્રામ્ય એસઓજીએ મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમને બાતમી મળતા એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ રેડ મારતા કુલ 7 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગ્રામ્ય એસઓજીની ટીમે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીપક રાણા નામના આરોપીને ૩૦૨ નંગ ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. દસ્ક્રોઇ તાલુકાના કાશીન્દ્રા ગામ નજીક આવેલ ગ્રીન સોસાયટી પાસે આરોપી ઉત્તમ ઠાકોર અને ધરમ ઠાકોર ચાઈનીઝ દોરીના 1090 રીલનો જથ્થો લઈને સપ્લાય કરતા હતા. તે જ સમયે ગ્રામ્ય એસઓજીની ટીમે આરોપીઓને ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કરી દીધો હતો.

આ પણ વાંચોઃ CM important meeting: CM ભુપેન્દ્ર પટેલે કલેકટર- કમિશનર સાથે કરી મહત્વપૂર્ણ બેઠક, જાણો આપેલી સૂચના વિશે

Advertisement
Whatsapp Join Banner Guj