RBI governer e1675837633929

Economy forecast: RBI એ GDP અને મોંઘવારી અંગે વ્યક્ત કર્યુ આવું અનુમાન, જાણો વિગત

Economy forecast: ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે RBI દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે GDP વૃદ્ધિ દર 9.5 ટકા છે

નવી દિલ્હી, 06 ઓગષ્ટઃ Economy forecast: મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતા આજે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે ફુગાવા અને GDP વૃદ્ધિ દર અંગે અનુમાન વ્યક્ત કર્યું. શક્તિકાંત દાસે કહ્યું કે રસીકરણથી અર્થતંત્રને વેગ મળશે તેવી આશા છે. રસીકરણમાં વધારા સાથે, આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. જૂનની સરખામણીએ જુલાઈમાં આર્થિક સુધારો સારો હતો. પરંતુ કોરોનાની ત્રીજી લહેર અંગે સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ Renamed rajiv gandhi khel ratna award: ખેલ રત્ન પુરસ્કારમાંથી હટાવાયું રાજીવ ગાંધીનું નામ, હવે મેજર ધ્યાનચંદના નામે અપાશે એવોર્ડ

GDP વૃદ્ધિ દર આમ જ રહી શકે છે

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે RBI દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે GDP વૃદ્ધિ દર 9.5 ટકા છે. આ નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટરમાં તે 21.4 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.3 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.3 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.1 ટકા રહેશે. શક્તિકાંત દાસે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં દેશની વાસ્તવિક GDP 17.2 ટકા હોઈ શકે છે.

નાણાકીય વર્ષ 2020-21માં 7.3 ટકાનો ઘટાડો થયો 

અગાઉ રિઝર્વ બેન્કે 2021-22 દરમિયાન આર્થિક વૃદ્ધિ 10.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. તે જાણીતું છે કે દેશની GDP છેલ્લા નાણાકીય વર્ષમાં એટલે કે 2020-21માં 7.3 ટકા ઘટી છે. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષની શરૂઆત જ તીવ્ર ઘટાડા સાથે થઈ હતી, ત્યારે ચોથા ક્વાર્ટરમાં અર્થતંત્ર વૃદ્ધિનાં માર્ગ પર પાછું ફર્યું અને જાન્યુઆરી-માર્ચ 2021 ક્વાર્ટરમાં 1.6 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી.

આ પણ વાંચોઃ government employees: મોદી સરકારનો નિર્ણય- વર્ક ફ્રોમ હોમ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નહીં કપાય, વાંચો વિગતે

ચાલુ વર્ષમાં ફુગાવો કેટલો રહી શકે?

સપ્લાય બાજુની મર્યાદાઓ, ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને મોંઘા કાચા માલના કારણે કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે તેનું રિટેલ ફુગાવાનું અનુમાન વધારી દીધું છે. નાણાકીય વર્ષ 2021-2022માં (કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ) આધારિત ફુગાવો 5.7 ટકા રહેવાની શક્યતા છે. જ્યારે RBIની ગત મોનેટરી પોલિસી કમિટી (MPC), જૂનમાં યોજાયેલી, આ વર્ષે  CPI ફુગાવો 5.1 ટકા રહેવાનું અનુમાન હતું. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 5.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.3 અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહી શકે છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-2023ના પ્રથમ ક્વાર્ટરમાં CPI 5.1 ટકા હોઈ શકે છે.

Whatsapp Join Banner Guj