Parineeti Raghav Chopra

Parineeti-Raghav Engagement: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા સગાઈના બંધનમાં બંધાયા, અહીં જુઓ તસવીરો…

Parineeti-Raghav Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં પ્રિયંકા ચોપરાએ હાજરી આપી

મનોરંજન ડેસ્ક, 13 મેઃ Parineeti-Raghav Engagement: ભારતીય અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. આ દરમિયાન અભિનેત્રીની સગાઈની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. પરિણીતી ચોપરાની બહેન અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ સગાઈમાં સામેલ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતીએ તેની સગાઈ પર બોલિવૂડના ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો આઉટફિટ પહેર્યો હતો.

પરિણીતી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સગાઈની સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે રાઘવ ચઢ્ઢાના હાથમાં રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ દિલ્હીના 400 વર્ષ જૂના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી. બંનેની સગાઈમાં ઉદ્યોગ જગતની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ અને રાજકીય જગતના દિગ્ગજોએ ભાગ લીધો હતો.

સગાઈમાં 150 મહેમાનોએ હાજરી આપી હતી

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. મળતી માહિતી મુજબ, સગાઈ સમારોહમાં 150 મહેમાનોએ હાજરી આપી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા.

ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે પરિણીતી અને રાઘવ લગ્ન કરવાના છે. બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ફિલ્મ ‘ચમકિલા’ના શૂટિંગ દરમિયાન મિત્રતા થઈ હતી. જે બાદ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને હવે તેઓ લગ્ન કરવાના છે.

આ પણ વાંચો… Mother’s Day 2023: મધર્સ ડે પર 35 વિધવા માતાઓનું પૂજન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો