Pathan

Pathaan movie release: પઠાન ફિલ્મ રિલીઝ થતા શહેરના તમામ થિયેટરો-મલ્ટિપ્લેક્સ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ

Pathaan movie release: અમદાવાદ સહિત ગુજરાતભરના મલ્ટિપ્લેક્સોમાં પોલીસનો સઘન પેટ્રોલિંગ

અમદાવાદ, 25 જાન્યુઆરી: Pathaan movie release: આજે 25મી જાન્યુઆરીના રોજ પઠાણ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. વાંધાજનક બાબતોને લઈ અને કેટલોક વિવાદ થયો તો જોકે જનક બાબત ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે છતાં પણ કેટલાક લોકો દ્વારા આ ફિલ્મને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો. સામાજિક અને ઊંવાદી તત્વો દ્વારા આવતીકાલે ફિલ્મ રિલીઝ રહી રહી છે.

ત્યારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ મલ્ટિપ્લેક્સ અને થિયેટર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ફિલ્મ અંગે કોઈ પણ પ્રકારની વાંધાજનક બાબતો અને અફવાઓ ઉપર ધ્યાન આપવામાં આવે નહીં.

પોલીસ કંટ્રોલરૂમ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, આવતીકાલે પઠાણ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે તમામ મલ્ટિપ્લેક્સ અને થિયેટરોના માલિકો સાથે માઇક્રો લેવલે મિટિંગ કરવામાં આવી છે. લોકોએ કોઈ પણ પ્રકારના અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.

Advertisement

પોલીસ દ્વારા તમામ થિયેટરો તેમજ મલ્ટિપ્લેક્સ સાથે શહેરના કોમી સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. જે કોઈપણ અસામાજિક તત્વ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય તેવી અફવાઓ ફેલાવવામાં આવશે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફિલ્મમાં જે વાંધાજનક દ્રશ્યો હતા તે દૂર કરવામાં આવ્યા છે અને આવી વાંધાજનક કોઈપણ બાબત હોય તેવી અફવાઓમાં લોકોએ ધ્યાન આપવું નહીં અને માત્ર ફિલ્મનો આનંદ માણે તેવી લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Smriti van visiters: માત્ર ચાર મહિનાના ગાળામાં જ આટલા લોકોએ લીધી સ્મૃતિવનની મુલાકાત, જાણો આંકડો…

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો