Posters of Mr. And Mrs. Mahi: ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના નવા પોસ્ટર્સ આવ્યા સામે, આ તારીખે થશે રિલીઝ
Posters of Mr. And Mrs. Mahi: કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્માએ સોશિયલ મીડિયા પર ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ત્રણ નવા પોસ્ટર સાથે થિયેટરોમાં ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી

બોલિવુડ ડેસ્ક, 09 મેઃ Posters of Mr. And Mrs. Mahi: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે ફેન્સની રાહનો અંત આવવાનો છે કારણ કે, જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટરમાં આવવા માટે તૈયાર છે. હા… કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્માએ સોશિયલ મીડિયા પર ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ત્રણ નવા પોસ્ટર સાથે થિયેટરોમાં ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:- SSC Result Date: આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા
‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પોસ્ટર પર ફિલ્મની થિયેટર રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ અભિનીત આ ફિલ્મ 31 મે 2024ના થિયેટરમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ શરન શર્માએ ડિરેક્ટ કરી છે અને કરણ જોહર ફિલ્મ્સે તેને પ્રોડ્યૂસ કરી છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના અભિનેતા રાજકુમાર રાવ હાલમાં તેમની આગામી ફિલ્મ ‘શ્રીકાંત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 10 મે, 2024ના થિયેટરમાં રિલીઝ થવાની છે.
