SSC Result Date: આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ આપી છે પરીક્ષા

SSC Result Date: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી

whatsapp banner

અમદાવાદ, 09 મેઃ SSC Result Date: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું આજે પરિણામ જાહેર થયું છે ત્યારે હવે ધોરણ 10ના પરિણામની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર થશે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો:- Parshottam Rupala Controversy: ગુજરાતમાં ચૂંટણી પૂરી થઇ ગયા બાદ પણ રૂપાલાએ ફરી માફી માંગી, ક્ષત્રિય સમાજે આપ્યો આવો જવાબ..

નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 10માં નવ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ઉપરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ 2023માં ઘોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યુ હતુ.

BJ ads 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો