Praveen Kumar Sobti death

Praveen Kumar Sobti death: બીઆર ચોપરાની મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયુ

Praveen Kumar Sobti death: પ્રવીણ કુમાર સોબતીએ માત્ર અભિનય જ નહીં પરંતુ રમતગમતની દુનિયામાં પણ ઘણું નામ કમાવ્યું

મનોરંજન ડેસ્ક, 08 ફેબ્રુઆરીઃ Praveen Kumar Sobti death: બીઆર ચોપરાની મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું(Praveen Kumar Sobti) નિધન થયું છે. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા પ્રવીણ કુમાર સોબતીએ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

પ્રવીણ કુમાર સોબતીએ માત્ર અભિનય જ નહીં પરંતુ રમતગમતની દુનિયામાં પણ ઘણું નામ કમાવ્યું હતું. પંજાબના રહેવાસી પ્રવીણ કુમારે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મોમાં તે ઘણીવાર વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. રમતગમતથી લઈને અભિનય સુધી, પ્રવીણ કુમારે હંમેશા પોતાનું 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો અને દરેક વખતે તેમને સફળતા મળી.

આ પણ વાંચોઃ Love life horoscope: વેલેન્ટાઈન વીકમાં આ રાશિઓને મળી શકે છે તેમનો પ્રેમ- વાંચો તમારી રાશિ શું કહે છે?

Gujarati banner 01