Shahrukh khan

Shahrukh back to work: આખરે ફરી કામ પર વાપસી કરી રહ્યો છે કિંગ ખાન, પરંતુ શાહરૂખે દિગ્દર્શક સામે રાખી શરત- વાંચો વિગત

Shahrukh back to work: શાહરૂખ જલદી જ આદિત્ય ચોપરાની ફિલ્મ પઠાનનું શૂટિંગ તેમજ ટાઇગર થ્રી ફિલ્મ માટે પણ શૂટિંગ કરુ કરશે

બોલિવુડ ડેસ્ક, 19 નવેમ્બરઃShahrukh back to work: પુત્ર આર્યન ખાન ડ્રગ કેસમાં ફસાયા પછી શાહરૂખે પોતાની આગામી ફિલ્મોના શૂટિંગ રદ કરી નાખ્યા હતા. હવે આર્યન જામીન પર છુટી ગયો છે અને ફરી જીવનમાં સ્થાયી થવાના પ્રયાસ કરી રહ્યો છે. તેવામાં શાહરૂખે ખાન પણ ફરી શૂટિંગમાં જોડાવાનો છે. 

સોશ્યલ મીડિયાના એક પોર્ટલના રિપોર્ટના અનુસાર, શાહરૂખ ખાને શૂટિંગ(Shahrukh back to work) પર જોડાવા પહેલા દિગ્દર્શક સાથે શરત રાખી છે. તેણે વિદેશમાં થનારા પોતાના શૂટિંગના ભાગને નાનો કરી દેવાનું સૂચન કર્યું છે. તેમજ વિદેશના શૂટિંગ દરમિયાન તે  સપ્તાહના અંતમાં પરિવારને મળવા મુંબઇ આવશે.  શાહરૂખ જલદી જ આદિત્ય ચોપરાની ફિલ્મ પઠાનનું શૂટિંગ શરૂ કરવાનો છે. તેમજ ટાઇગર થ્રી ફિલ્મ માટે પણ શૂટિંગ કરવાનો છે. 

શાહરૂખે દિગ્દર્શકને વિનંતી કરી છે કે, તેનું શેડયુલ એ રીતે ગોઠવવું કે દર અઠવાડિયે મુંબઇ આવી શકે અને આ દરમિયાન અન્ય કલાકારોના હિસ્સાના શૂટિંગ ચાલુ રહે જેથી શૂટિંગમાં અવરોધ ન આવે અને શાહરૂખ પોતાના પરિવારને મળી શકે.

Advertisement

આ પણ વાંચોઃ AMC vaccination offer: અમદાવાદમાં રસીકરણને વેગ આપવા નવો અભિગમ, ‘રસી લેનાર નાગરિકને એક લિટર ખાદ્ય તેલ પાઉચ અપાશે’

રિપોર્ટના અનુસાર, આર્યન ખાન ડ્રગ કેસમાં ફસાયા પછી શાહરૂખ ખાન પોતાના પરિવાર પ્રત્યે વધુ પ્રોટેકટિવ થઇ ગયો છે. જોકે તે પોતાની પ્રોફેશનલ લાઇફ અને ફેમિલી લાઇફ વચ્ચે પણ સંતુલન રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આર્યનની જમાનત પછી શાહરૂખે પોતાના પુત્ર માટે એક સારા બોડીગાર્ડની શોધમાં હતો. પરંતુ હવે તેણે પોતાનો જુનો બોડીગાર્ડ પુત્ર આર્યનની સુરક્ષા માટે રાખ્યો છે. તેમજ તે પોતાના માટે નવો બોડીગાર્ડ શોધી રહ્યો છે. શાહરૂખનો બોડીગાર્ડ રવિ સિંહ બહુ વરસોથી અભિનેતા સાથે હતો. પરંતુ તેણે હવે તેને આર્યનની જવાબદારી સોંપી છે, આર્યનને જમાનત મળી ત્યારે પણ રવિ જ તેને જેલ લેવા પહોંચ્યો હતો. 

Advertisement
Whatsapp Join Banner Guj