Siddhant suryavanshi

Siddhant suryavanshi passed away: હાર્ટ એટેકે લીધો વધુ એક સેલિબ્રિટીનો જીવ, હવે આ અભિનેતાનું થયું મોત…

Siddhant suryavanshi passed away: ટીવી ઈન્ડસ્ટ્રીના એક્ટર સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ એટેકથી નિધન

મનોરંજન ડેસ્ક, ૧૧ નવેમ્બર: Siddhant suryavanshi passed away: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં એક્ટર સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. સિદ્ધાંત 46 વર્ષના હતા. જીમમાં વર્કઆઉટ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. વર્કઆઉટ કરતી વખતે તે અચાનક પડી ગયો. સિદ્ધાંત સૂર્યવંશીએ અચાનક દુનિયાને અલવિદા કહી દેતા તેમના ચાહકો ભારે આઘાતમાં છે.

સિદ્ધાંત ટીવીનો લોકપ્રિય અભિનેતા રહી ચૂક્યો છે. આ દિવસોમાં તે ‘દંગલ ચેનલ’ના શો ‘કંટ્રોલ રૂમ’માં જોવા મળ્યો હતો. અગાઉ, અભિનેતાએ ઘણા હિટ શોમાં કામ કર્યું હતું. સિદ્ધાંત ‘કુસુમ’, ‘રિશ્તો મેં કટ્ટી બટ્ટી’, ‘મમતા’, ‘ઝિદ્દી દિલ’ જેવા ઘણા શોમાં જોવા મળ્યો હતો. સિદ્ધાંત ‘સુફિયાના ઇશ્ક મેરા’ જેવા શોનો ભાગ રહી ચૂક્યો છે.

નાના પડદાના સ્ટાર્સે અકાળે દુનિયાને અલવિદા કહી દીધું

જણાવી દઈએ કે ભૂતકાળમાં ટીવીના સુપરહિટ શો ‘ભાબી જી ઘર પર હૈં’ ફેમ ‘મલખાન’ ઉર્ફે અભિનેતા દિપેશ ભાનનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પણ જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકને કારણે અકાળે દુનિયાને અલવિદા કહી દીધું.

આ પણ વાંચો: US House of Representatives: અમેરીકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે ભારતીય મૂળના 5 સાંસદો ચૂંટાયા

Gujarati banner 01