Singer Daler Mehndi jailed for two years

Singer Daler Mehndi jailed for two years: જાણીતા સિંગર દલેર મહેંદીને બે વર્ષની કેદની સજા- વાંચો શું છે મામલો?

Singer Daler Mehndi jailed for two years: વર્ષ 2003ના કબૂતરબાજીના કેસમાં સજા પર આજે પટિયાલા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી

મનોરંજન ડેસ્ક, 14 જુલાઇઃ Singer Daler Mehndi jailed for two years: પ્રખ્યાત પંજાબી સિંગર દલેર મહેંદીને 15 વર્ષ જૂના માનવ તસ્કરીના કેસમાં ગુરૂવારે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પટિયાલા કોર્ટે 2 વર્ષની આ સજા યથાવત રાખી છે. 

વર્ષ 2003ના કબૂતરબાજીના કેસમાં સજા પર આજે પટિયાલા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. છે. આ કેસનો 15 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે.

આ પણ વાંચોઃ Bihar terror module: PM મોદી પર હુમલો કરનાર એક આતંકીવાદી મોડ્યુલનો પર્દાફાશ, વાંચો વિગત

આ કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે દલેર મહેંદીને દોષિત ઠેરવ્યા. ચુકાદા પછી દલેર મહેંદીને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. 

આ છે મામલો?

2003માં સદર પોલીસ સ્ટેશને બાલ બેડા ગામના રહેવાસી બક્ષીશ સિંહની ફરિયાદ પર દલેર મહેંદી, તેના ભાઈ શમશેર મહેંદી ધ્યાન સિંહ અને બુલબુલ મહેતાને વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરીને 20 લાખ રૂપિયા લેવાનો કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad-pune duronto express: આ તારીખથી અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ ટ્રેન સુરત સ્ટેશન પર ઉભી રહેશે, જાણો વિસ્તારે…

Gujarati banner 01