Sri Lanka President Gotabaya Rajapaksa

Sri Lanka President Gotabaya Rajapaksa: માલદીવ છોડીને પણ ભાગ્યા શ્રીલંકાના રાષ્ટ્રપતિ, હવે આ દેશમાં રહેશે

Sri Lanka President Gotabaya Rajapaksa: 73 વર્ષીય  ગોટબાયા રાજપક્ષે 9 જુલાઇના રોજ તેમના આવાસ પર પ્રદર્શનકારીઓની ભીડે કબજો જમાવતાં તે ફરાર થઇ ગયા

નવી દિલ્હી, 14 જુલાઇઃ Sri Lanka President Gotabaya Rajapaksa: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમની પત્ની સિંગાપુરમાં રહેશે અને આગળ મિડલ ઇસ્ટ દેશોની યાત્રા કરશે નહી. મીડિયા રિપોર્ટો અનુસાર શ્રીલંકા રાષ્ટ્રપતિ અને તેમની પત્ની, જે સઉદિયા એરલાઇન્સની ઉડાન SV788 સિંગાપુર લઇ ગઇ હતી, જે જેદ્દાની યાત્રા કરવાની આશા હતી. હવે રાજપક્ષે સાંજે સિંગાપુર પહોંચવાની આશા છે. 

એક મીડિયા અહેવાલ અનુસાર રાજપક્ષે, તેમની પત્ની ઇઓમા રાજપક્ષે અને બે સુરક્ષા અધિકારીઓને કાલે રાત્રે સિંગાપુર જનાર સિંગાપુર એરલાઇન્સની ઉડાનમાં સવાર થવાનું હતું, પરંતુ સુરક્ષા કારણોના લીધે નિર્ધારિત સમય ગઇ નહી. 73 વર્ષીય  ગોટબાયા રાજપક્ષે 9 જુલાઇના રોજ તેમના આવાસ પર પ્રદર્શનકારીઓની ભીડે કબજો જમાવતાં તે ફરાર થઇ ગયા હતા. 

તો બીજી તરફ આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેની યાત્રાને લઇને સિંગાપુર વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તે અહીં ખાનગી યાત્રા છે. તેમણે શરણ માંગી નથી અને ના તો તેમને શરણ આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Singer Daler Mehndi jailed for two years: જાણીતા સિંગર દલેર મહેંદીને બે વર્ષની કેદની સજા- વાંચો શું છે મામલો?

નોંધનીય છે કે, આ પહેલાં રાષ્ટ્રપતિ રાજપક્ષેએ જાહેરાત કરી હતી કે તે બુધવારે પોતાનું રાજીનામું સોંપી દેશે. પછી રાજપક્ષે પોતાની પત્ની સાથે માલદીવ ભાગી ગયા. ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના વચગાળાના રાષ્ટ્રપતિના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. 

આ દરમિયાન શ્રીલંકામાં કોલંબોની અંદર આજે બપોરે 12 વાગ્યાથી કાલે સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ પહેલાં પ્રદર્શનકારીઓએ જાહેરાત કરી હતી કે દેશમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ સચિવાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય સહિત સરકારી કબજાવાળી બિલ્ડીંગોને શાંતિપૂર્વક સોંપી દેશે. 

આ પણ વાંચોઃ Bihar terror module: PM મોદી પર હુમલો કરનાર એક આતંકીવાદી મોડ્યુલનો પર્દાફાશ, વાંચો વિગત

Gujarati banner 01