Singer sidhu moose wala death

Singer sidhu moose wala death: પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા

Singer sidhu moose wala death: પંજાબી ગાયક શુભદીપ સિદ્ધુ મૂસેવાલા પર ઘાતક હુમલો

નવી દિલ્હી, 29 મેઃSinger sidhu moose wala death: કોંગ્રેસના નેતા અને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની આજે માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગમાં અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ફાયરિંગમાં ઘાયલ ત્રણ લોકોને માનસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબ સરકારે મૂઝવાલા સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી.

ઉલ્લેખનીય છે કે પંજાબની ભગવંત માન સરકારે ગઈકાલે એટલે કે શનિવારે જ 424 વીઆઈપીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જેમની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે તેમાં ઘણા નિવૃત્ત અધિકારીઓ અને પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ પહેલા એપ્રિલમાં પણ પંજાબ સરકારે પૂર્વ મંત્રીઓ અને નેતાઓ સહિત 184 લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ Amit Shah targets Congress: નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પહેલા ગુજરાતમાં વર્ષના 365 માંથી 200 દિવસ કર્ફ્યું રહેતો – અમિત શાહ

આ પણ વાંચોઃ Tara Airlines plane crashes: તારા એરલાઇનનું વિમાન ક્રેશ, 4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર

Gujarati banner 01