Tara Airlines plane crashes: તારા એરલાઇનનું વિમાન ક્રેશ, 4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર
Tara Airlines plane crashes: રવિવારે સવારે વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો
નવી દિલ્હી, 29 મેઃ Tara Airlines plane crashes : ચાર ભારતીયો સહિત 22 મુસાફરોને લઈ જતું નેપાળનું વિમાન ક્રેશ થયું છે. રવિવારે સવારે વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા નેપાળ સેનાને આપવામાં આવેલી માહિતી મુજબ, તારા એરનું વિમાન મનપતિ હિમાલ ભૂસ્ખલન હેઠળ લમચે નદીના મુખ પર ક્રેશ થયું હતું. નેપાળ આર્મી જમીન અને હવાઈ માર્ગે સ્થળ તરફ આગળ વધી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે તારા એરના વિમાને પોખરાથી જોમસોમ માટે સવારે 9:55 કલાકે ઉડાન ભરી હતી. વિમાનમાં ક્રૂ સહિત 22 લોકો સવાર હતા, જેમાં પાયલટ કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઈલટ ઈતાસા પોખરેલ અને એર હોસ્ટેસ કાસમી થાપાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Fitness test before the T20 series: BCCIના ફરમાન મુજબ T20 સીરિઝ પહેલા ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે
